જયંતીભાઈ પટેલની પ્રેરણાદાયી પહેલ : ધારાસભ્ય બનીશ તો સંપૂર્ણ પગાર જરૂરિયાતમંદોની સેવામાં અર્પણ કરીશ

- text


 

વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાય લોકોસેવામાં જ કાર્યરત રહેતા કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલે ધારાસભ્ય બન્યા બાદ પણ માત્ર લોકહિતમાં જ કામ કરવાની ખાતરી આપી

મોરબી : મોરબી માળીયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલે લોકહિતના કાર્યોને અગ્રતા આપી સૌથી મોટી જાહેરાત કરી હતી કે, હૂં ધારાસભ્ય બનીશ તો સંપૂર્ણ પગાર જરૂરિયાતમંદોની સેવામાં અર્પણ કરીશ.વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાય લોકોસેવામાં જ કાર્યરત રહેતા કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલે ધારાસભ્ય બન્યા બાદ પણ માત્ર લોકહિતમાં જ કામ કરવાની ખાતરી આપી હતી.

- text

મોરબી માળીયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષોથી તેઓ કોંગ્રેસ સાથે જોડાઈને કોંગ્રેસની નિષ્ઠાપૂર્વક લોકોની સેવા કરવાની વિચારધારાને વળગી રહી કોઈ પદાધિકારીઓ ન હોવા છતાં હમેશા લોકોની વચ્ચે રહીને લોકોના હમદર્દ બન્યા3 છે. મોટી દુર્ઘટના વખતે હમેશા લોકોની પડખે રહીને લોકોની સેવા કરી છે અને મોરબી માળીયાના લોકોના પ્રશ્નો હલ કરવા સરકાર સામે લડત ચાલવીને આ પ્રશ્નો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.હવે ફરી લોકોના અને પાર્ટીના વિશ્વાસથી કોંગ્રેસ તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી રહ્યો હોય ત્યારે ફક્તને ફક્ત લોક સેવાને અગ્રતા આપીશ અને લોકોએ મુકેલા વિશ્વાસને સાકાર કરવા માટે જો તેઓ ધારાસભ્ય બનશે તો સરકાર તરફથી મળતો ધારાસભ્ય તરીકેનો પાંચેય વર્ષનો પગાર જરૂરિયાતમંદોની સેવામાં અર્પણ કરીશ તેવી તેમણે જાહેરાત કરી હતી.

- text