મોરબી : નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં કોમ્યુનિટી હેલ્પરની પ્રવૃત્તિ યોજાઇ

- text


 

મોરબી: નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલમાં હર હંમેશ બાળકોને લાઈવ જ્ઞાન મળે તે માટે એક્ટિવિટી થતી હોય છે. તેના ભાગ રૂપે આજે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલમાં Community Helpersની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.

આ પ્રવૃત્તિનો ખાસ ઉદ્દેશ્ય નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલના વિદ્યાર્થીઓને દરેક ફિલ્ડનું પ્રેક્ટિકલી જ્ઞાન મળે ઉપરાંત અત્યારથી જ દરેક community Helper આપણા સમાજ માટે કેટલા ઉપયોગી છે તથા સમાનતાની ભાવના કેળવવા તે માટેનો હતો. જેમાં દરેક બાળક સમાજ ઉપયોગી કોઈ એક પાત્ર બનીને આવ્યા હતા, તેમાં બાળકોના માતા પિતાએ પણ ખૂબ મહેનત કરી અને સાથે રૂબરૂ મુલાકાત લઈ બાળકોને બિરદાવ્યા હતા..

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ બાળકોના ઘડતર માટે આવી અનેક અભ્યાસને લગતી પ્રવૃત્તિઓ થતી હોય છે. બાળકોની સાથે પેરેન્ટ્સ પણ ઉત્સાહ પુર્વક ભાગ લે છે. અહીં બાળકોને રંગબેરંગી ચિત્રો વચ્ચે અભ્યાસ કરી શકે એ વિચાર સાથે નવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવેલ છે. જેમાં સ્વિમિંગ પૂલ, સોફ્ટ રૂમ તથા બાળકોને ગાર્ડન તેમજ એમ. પી. થિયેટર સાથે મોરબીની સૌથી મોટી ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ બનાવાઇ છે.

- text

- text