લીલાપર રોડ ઉપર દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબી ત્રાટકી

- text


મોરબી શહેર અને જિલ્લામાં દેશી – વિદેશી દારૂના 60 કેસ

મોરબી : વિધાનસભા ચૂંટણીને પગલે મોરબી શહેર – જિલ્લા પોલીસ દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી રહી છે ત્યારે ગઈકાલે એક જ દિવસમાં જિલ્લામાં દારૂને લગતા અલગ અલગ 60 કેસ નોંધાયા છે જેમાં એલસીબી દ્વારા લીલાપર રોડ ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

- text

મોરબી શહેરમાં ચૂંટણીને પગલે પોલીસ સતર્ક બની છે ત્યારે ગઈકાલે એલસીબી ટીમે લીલાપર રોડ ઉપર ગિરનારી આશ્રમ નજીક બાવળની કાટમા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા પંચાસરના કિશોરસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને દારૂનો ઠંડો આથો અને દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો કિંમત રૂપિયા 3610 સાથે ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો હતો. આ સાથે જ મોરબી સીટી એ, બી ડિવિઝન, હળવદ, ટંકારા,વાંકાનેર અને મોરબી તાલુકા પોલીસે પણ દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી કુલ 60 ગુન્હા નોંધ્યા હતા.

- text