મોરબી દિવાળી વેકેશન બાદ શાળાઓ ફરી શરૂ, પુલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ અર્પણ

- text


આજથી ફરી સ્કૂલ ચલે હમનો નાદ સાથે વર્ગખંડોમાં શિક્ષણ કાર્ય પૂનઃ શરૂ થયું

મોરબી : મોરબીમાં દિવાળીના મીની વેકેશનની રજાઓ પૂર્ણ થતાં ફરી આજથી શાળાઓ શરૂ થઈ ગઈ છે.આજથી ફરી સ્કૂલ ચલે હમનો નાદ સાથે વર્ગખંડોમાં શિક્ષણ કાર્ય પૂનઃ શરૂ થયું છે. જો કે આજે પ્રથમ દિવસે મોટાભાગની શાળામાં પુલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લાની તમામ શાળાઓ અગાઉ દિવાળીનું મીની વેકેશન પડતા મોટાભાગના બાળકો મોસાળ પક્ષમાં કે અન્ય બહારગામ પર ઉપડી જઈને દિવાળીની રજાઓનો ભરપૂર આનંદ માણ્યો હતો. બાળકોએ પોતાના પરિવાર સાથે આનંદ કિલ્લોલ સાથે દિવાળીની રજાઓ માણી નવી ઉર્જા સાથે હવે ફરી શિક્ષણ કાર્યમાં જોતરાય ગયા છે. આજથી શાળાઓમાં દિવાળીનું વેકેશન પૂરું થતા મોરબી જિલ્લાની તમામ શાળાઓ ખુલી ગઈ છે. વાલીઓ અગાઉંથી પોતાના બાળકોને સ્કૂલે મુકવા માટે સ્ટેશનરીની દુકાનોમાંથી જરૂરી શિક્ષણની સહિતની ખરીદીની તૈયારી કરી આજે મોટાભાગની માતાઓ પોતે વહેલા ઉઠી બાળકોને સ્કૂલ બેગ અને નાસ્તા સાથે તૈયાર કરીને સ્કૂલ જવા માટે આવતા સ્કૂલ વેન સહિતના વાહનોમાં બાળકોને સ્કૂલે ભણવા મોકલ્યા હતા અને બાળકો શાળામાં હાજર થઈ જતા તમામ વર્ગખંડમાં શિક્ષકોએ શિક્ષણ કાર્ય શરૂ કરું હતું. જો શિક્ષણ કાર્ય શરૂ કરતાં પહેલાં તમામ શાળાઓમાં મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનામાં 135 હતભાગીઓને બાળકો સહિત સમગ્ર શાળા પરિવારે બે મિનિટ મૌન પાળી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

- text