મોરબીમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ચૂંટણી સંદર્ભે ચેકીંગમાં હોય તે દરમિયાન ઘુનડા ચોકડી પાસે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડી પાડી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ચુંટણીલક્ષી કામગીરી અંગે ઘુનડા ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા હોય દરમ્યાન મોરબી રવાપર ચોકડી તરફથી સ્પ્લેન્ડર મો.સા. ઉપર એક ઇસમ આવતા તેને રોકી તેનુ નામ સરનામું પુછતા પોતે પોતાનું નામ ઈશ્વરભાઇ સોડાભાઇ ગીયોડ રહે.રવાપર ઘનડા રોડ મોરબી, મૂળ નવા વજાપુર તા.ભાંભર જી.બનાસકાંઠા વાળા પાસે વાહન અંગે કાગળો માંગતા પોતાની પાસે ના હોય જેથી ઇસમ પાસે રહેલ સ્પલેન્ડર મો.સા.ને એ.એસ.આઈ રાજદિપસિંહ રાણા એ પોકેટ કોપ મોબાઇલથી સર્ચ કરી જોતા મો.સા. અન્ય વ્યક્તિના નામે હોય અને આ સ્પલેન્ડર મો.સા. અરવલ્લી જીલ્લાના બાયડ પો.સ્ટે. વિસ્તારમાં ચોરીમાં ગયેલ મો.સા હોય તેમજ આ ઈસમે મોટર સાયકલ ચોરેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી મજકુર ઇસમ પાસેથી એક મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/- ના ચોરીના મુદામાલ સાથે પકડી પાડી તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text

આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા સર્વેલન્સ પો.સ.ઇ. એચ.કે.ભોચીયા, એ.એસ.આઇ આર.પી.રાણા, કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સ. મનસુખભાઇ દેગામડીયા, એ.પી.જાડેજા,પોલીસ કોન્સ. ચકુભાઇ કરોતરા, અરજણભાઇ ગરીયા, તેજાભાઇ ગરચર, હિતેષભાઇ ચાવડા, સિધ્ધરાજભાઇ લોખીલ, સિધ્ધરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.

- text