મોરબીમાં ખૂનના ગુન્હામાં ૬ વર્ષથી નાસતા ફરતા આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો 

- text


મોરબી : મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમેં બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના રતલામ જિલ્લાના જાવરા ખાતેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હતા. તે દરમ્યાન HC જયેશભાઇ વાઘેલા,ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે. કલમ-૩૦૨ ૩૨૩,૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબ ખૂનના ગુનાના નાસતો ફરતો આરોપી વિનોદ ધનાભાઇ ડામોર રહે. કુશલપુરા ગામ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો જાંબુઆ જીલ્લામાં તથા રતલામ જીલ્લા ખાતે હોવાની ચોક્કસ હકિકત મળતા જે હકીકત આધારે ઉપરોકત સ્ટાફના માણસો તથા પો.કોન્સ.સતિષભાઇ કાંજીયા સાથે જાબુંઆ ખાતે જઇ તપાસ કરતા આરોપી રતલામ જીલ્લાના જાવરા ખાતે હોવાની હકીકત મળતા જે હકીકત આધારે નાસતા ફરતા આરોપી વિનોદ ઉર્ફે વિનુ ધનાભાઇ ડામોરને હસ્તગત કરી આજે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી અર્થે સોંપવા તજવીજ કરેલ છે.

- text

- text