વિધાનસભા ચૂંટણીને પગલે મોરબી પોલીસ તંત્ર એક્શન મોડમાં 

- text


આચાર સંહિતા અમલી બનતા જ હાઇવે ઉપર 18 ચેકપોસ્ટ શરૂ કરી સઘન ચેકીંગ, ફ્લેગ માર્ચ

મોરબી : વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ની જાહેરાત થતા જ મોરબી જિલ્લા પોલીસતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને અટકાયતી પગલાં લેવાની સાથે દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી હાઇવે ઉપર ચેક પોસ્ટ શરૂ કરી સઘન ચેકીંગ શરૂ કરાયું છે.

ચૂંટણી આચાર સંહિતા અમલવારી અંગે પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા ડીવાયએસપી પી.એસ.ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં 634 હથિયાર જમા કરી ગેરકાયદેસર હથિયાર પકડવાની ઝુંબેશમાં ચાર હથિયાર કબ્જે કરાયા છે.

વધુમાં જિલ્લાની ત્રણેય બેઠકોમાં કુલ 1234 ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે અટકાયતી પગલાં લઈ 8 આરોપીઓને પાસા તળે જેલ ભેગા કરી 8 આરોપીઓને તડીપાર કર્યા હોવાનું જણાવ્યું હતું.

- text

ઉપરાંત જિલ્લામાં 18 હાઇવે ચેક પોસ્ટ શરૂ કરી રાઉન્ડ ઘ ક્લોક ચેકીંગની સાથે સ્ટેટેસ્ટીક સ્ક્વોડને પણ મેદાનમાં ઉતારી ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા કરાવવા પોલીસ તંત્ર કટિબદ્ધ હોવાનું તેમને જણાવ્યું હતું.

 

- text