મોરબીમાં દિવંગત આત્માઓની શાંતિ માટે રામકથા યોજવાની જાહેરાત કરતા મોરારીબાપુ

- text


મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

મોરબી : મોરબી આજે ઝુલતાપુલની બનેલી ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરીવારને દિલશોજી પાઠવવા તથા મૃતકોના આત્મકલ્યાણ અર્થે કબીરધામ ખાતે યોજાયેલ શોકાંજલી સભામાં મોરારી બાપુએ આગામી વાર્ષિક પુણ્ય તિથિ પહેલા રામકથા યોજવા જાહેરાત કરી હતી.

મોરબી કબીરઘામ ખાતે આજે સંતો મહંતો અને દેહાણ જગ્યાઓના મહામંડલેશ્વર ગાદીપતિઓની હાજરીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે પુજય મોરારી બાપુ, પીઠાધિશ્વર ૧૦૦૮ મહામંડલેશ્વરશ્રીશ્રી કણીરામબાપુ દુધરેજ વડવાળા ધામ, શ્રી મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ શ્રી લલીતકિશોર બાપુ મોટા મંદીર લીંબડી, સત્તાધાર ધામ મહંતશ્રી વિજયદાસજી બાપુ, જલારામ મંદીર વિરપુર રઘુરામબાપા લાલજી મહારાજ જગ્યા સાયલા મહામંડલેશ્વર દુર્ગાદાસજી મહારાજ, સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાના મહામંડલેશ્વરો, મહંતો, તમામ સંતો તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો, વિવિધ સંગઠનો તથા સેવાભાવી સંસ્થાઓ તેમજ મોરબી જીલ્લાના રાજકીય મહાનુભાવો હાજર રહયા હતા.

વધુમાં આ દુર્ઘટનાથી વ્યથિત બનેલા પૂજ્ય મોરારી બાપુએ હવે મોરબીમા ઈશ્વર કોઈ નવી વિપદા ન આપે તેવી પ્રાર્થના કરી ઘટનાની પ્રથમ વરસી પહેલા એક વર્ષના સમયગાળામા જ રામકથા યોજવા જાહેરાત કરી હતી.

- text

- text