વાંકાનેર વિધાનસભા બેઠક માટે આજે 30 ફોર્મ ઉપડ્યા

- text


ભાજપના નામે 3 અને આપના નામે 7 ફોર્મ ઉપાડ્યા

વાંકાનેર : વાંકાનેર વિધાનસભા બેઠક માટે આજ રોજ 30 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે. જેમાં એક ઉમેદવારે ભાજપના નામે 3 ફોર્મ ઉપાડ્યા છે. તો આપના નામે 3 ઉમેદવારોએ 7 ફોર્મ ઉપાડ્યા છે. એક ફોર્મ બસપાના નામે તેમજ બીજા અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ઉપડ્યા છે.

67-વિધાનસભા બેઠક માટે આજે ત્રીજા દિવસે રજા હોવા છતાં ફોર્મ ઉપાડવા માટે ભારે ધસારો રહ્યો હતો. આજે કુલ 30 ફોર્મ ઉપડ્યા છે. જેમાં અપક્ષ ઉમેદવાર તરીકે હીનાબેન પ્રવિણભાઈ રૈયાળ, શેરસીયા આબીદહુશેન મામદભાઈ, ૨મેશભાઈ લવજીભાઈ ડાભી, વાધેલા વલ્લભભાઈ કરશનભાઈ, વિશાલ મોતીભાઈ લામકા, જીતેન્દ્ર પરશોતમ માંડાણી, અશોકભાઈ કુકાભાઈ લાંબરીયા, કમલેશ કુકાભાઈ, જીતેન્દ્ર જેઠાભાઈ પરમાર, રીતેશ મનસુખભાઈ પરસાણા, સાગર હમીરભાઈ ફાંગલીયા, રાજેન્દ્ર બટુકભાઈ માંડવીયા, માથકીયા યાકુબ હાજીભાઈ, ૨મેશભાઈ કાળુભાઈ, અયુબ આહમદ બાદી, તૌફીક રહીમભાઈ ખોરજીયા, નજરમહમદ એમ. બાદી અને હમીર હિરાભાઈ ગમારાએ એક-એક ફોર્મ ઉપાડ્યું છે.

- text

આ ઉપરાંત શિવસેનાના નામે મયુર રમેશભાઈ જાદવે એક, આપના નામે વિક્રમ વલ્લભભાઈ સોરાણીએ 3, શૈલેષભાઈ ધીરજલાલ ટોપીયાએ 3, બાદી ઈરશાદ હુશેનભાઈએ એક, બસપાના નામે દિલીપભાઈ પુંજાભાઈ નગવાડીયાએ એક અને ભાજપના નામે ચેતન કરશનભાઈ માણસુરીયાએ 3 ફોર્મ ઉપાડ્યા છે.

- text