મોરબી મહાસંઘના હોદેદારો રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે બેંગ્લોર જવા રવાના

- text


મોરબીઃ રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક ,શિક્ષક કે હિતમેં શિક્ષાના ધ્યેય સૂત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્ણાટકના બેંગ્લોર ખાતે આગામી તા.11 થી 13 નવેમ્બર – 2022 ના રોજ યોજાનાર આઠમા અખિલ અધિવેશનમાં ભારતને પરમ વૈભવના શિખરે પહોંચાડવામાં શિક્ષકોની ભૂમિકા, સંગઠનમાં કાર્યકર્તાઓએ કેવી રીતે કાર્ય કરવું? ઈન્ડિયા સે ભારત કી ઓર વગેરે વિષય પર રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આ અધિવેશનમાં ભાગ લેવા માટે મોરબી મહાસંઘના હોદ્દેદારો બેંગ્લોર જવા રવાના થયા છે.

- text

આ રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર રાષ્ટ્રમાંથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારો હાજર રહેવાના હોય મોરબી જિલ્લામાંથી મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના દિનેશભાઈ ડી.વડસોલા (અધ્યક્ષ- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો), હિતેન્દ્રભાઈ ડી.ગોપાણી (મ.શી. વિરપરડા પ્રા.શાળા અને સંગઠન મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગ), રાજેશભાઈ એમ.રાઠોડ (મ.શિ.રાસંગપર પ્રા.શાળા- માળીયા અને રાજ્ય પ્રતિનિધિ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાત), અશોકભાઈ પી.સતાસીયા (આચાર્ય માલધારી નેશ પ્રા. શાળા અને અધ્યક્ષશ્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- વાંકાનેર), હરદેવભાઈ એ.કાનગડ (મ.શિ.જાજાસર પ્રા.શાળા ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો અને અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ- માળીયા), રાજુભાઈ ટી.ગોહિલ (મ.શિ.ચેતન્યનગર પ્રા.શાળા અને મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ) વગેરે હોદ્દેદારો ‘ઈન્ડિયા સે ભારત કી ઓર’ વિષય સાથે ત્રણ દિવસીય અધિવેશનમાં જવા માટે રવાના થયા છે.

- text