ઝૂલતાપૂલ દુર્ઘટનામાં નિર્દોષ શ્રમિકોને છોડી મુકવાની માંગ 

- text


સાચા આદિવાસી અધિકારી બચાવ સમિતિની રજુઆત : નિર્દોષને ત્રણ દિવસમાં છોડી ન મુકાય તો સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી

મોરબી : મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં જવાબદારો પકડી લેવાની સાથે ત્રણ નિર્દોષ આદિવાસી મજૂરોને ઝડપી કાર્યવાહી કરાતી હોવાનું જણાવી આદિવાસી અધિકારી બચાવ સમિતિએ કલેકટરને રજુઆત કરી ત્રણ નિર્દોષ આદિવાસી મજૂરોને છોડી મુકવાની માંગ કરી છે અને જો નિર્દોષને ત્રણ દિવસમાં છોડી ન મુકાય તો સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી આપી છે.

- text

સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી સહિત કલેકટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, મોરબી ખાતે ઝૂલતાપૂલ દુર્ઘટના બની તેમાં પુલનું રીનોવેશન કરનાર ઓરેવા કંપનીના તમામ જવાબદારો અને રીનોવેશન કરનાર એન્જીનીયર તેમજ નગરપાલિકાના સત્તાધીશો જવાબદાર હોવા છતાં તેમની સામે કાર્યવાહી કરવાને બદલે ત્રણ નિદોષ આદિવાસી મજૂરોને પકડી કાર્યવાહી કરવામાં આવે તે કોઈ કાળે યોગ્ય નથી. આ દુર્ઘટનામાં ત્રણેય આદિવાસી મજૂરો નિર્દોષ હોવાથી તેને તાત્કાલિક ધોરણે છોડી મુકવાની માંગ કરી છે અને તેમ છતાં પણ આ ત્રણેય નિર્દોષને ત્રણ દિવસમાં છોડી મુકવામાં નહિ આવે તો સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી આપવામાં આવી છે.

- text