વાંકાનેરના મેસરીયા ગામેથી દેશી પિસ્તોલ – કારતુસ સાથે એક ઝડપાયો

- text


મોરબી એસઓજી ટિમ દ્વારા ચૂંટણી પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે એકને ઝડપી લીધો

વાંકાનેર : વિધાનસભા ચૂંટણીને પગલે મોરબી જિલ્લામાં પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે ત્યારે વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે મેસરીયા ગામેથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને 2 કારતુસ સાથે ઝડપી લીધો હતો.

મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન મેસરીયા ગામના તળાવ પાસેથી આરોપી રહીમભાઈ રાયધનભાઈ મોવર, રે.વિસીપરા રેલવે સ્ટેશન વાળાને દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા 10 હજાર તેમજ 2 જીવતા કારતુસ કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

આ સફળ કામગીરી ઇન્ચાર્જ એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ કે.આર.કેસરિયા, એએસઆઇ રણજીતભાઇ રામભાઈ બાવડા, હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ ભાણજીભાઇ કડીવાર, સબળસિંહ વાઘુભા સોલંકી, શેખભાઈ સંગ્રામભાઇ મોરી, મહાવીરસિંહ અનિરૂધ્ધસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઈ સુખાભાઈ ગરચર, કમલેશભાઈ કરશનભાઇ ખાંભલીયા, ભાવેશભાઈ માવાભાઇ મિયાત્રા અને અંકુરભાઈ લાલજીભાઈ ચાચુ સહિતનાઓએ કરી હતી.

- text