“આપ”ના વધુ 21 ઉમેદવારો જાહેર : ધ્રાંગધ્રા-હળવદ બેઠક પર વાઘજીભાઇ પટેલ લડશે

- text


ભાજપ અને કોંગ્રેસ બાદ થોડા દિવસ પહેલા જ વાઘજીભાઇએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો

હળવદ : વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજ થી જ ઉમેદવારી પત્રો ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે ત્યારે ધાંગધ્રા-હળવદ-64 વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી એ વાઘજીભાઈ પટેલને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે.

આમ આદમી પાર્ટી દ્વારા આજે 21 ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં ધ્રાંગધ્રા -હળવદ-64 વિધાનસભા બેઠક પર થોડા દિવસ પહેલા ભાજપ છોડી આપમા આવેલા મુળ ધાંગધ્રા તાલુકાના થળા ગામના અને હાલ ધાંગધ્રા રહેતાં વાઘજીભાઈ કરસનભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેને લઇ ધાંગધ્રા-હળવદ આપ પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

- text

અત્રે ઉલ્લેખનીયછે કે આમ આદમી પાર્ટી દ્વારા ધાંગધ્રા હળવદ 64 વિધાનસભા બેઠક પર જાહેર કરવામાં આવેલ ઉમેદવાર વાઘજીભાઈ કરસનભાઈ પટેલ વર્ષ 2000ની સાલમાં કોંગ્રેસ પક્ષમાંથી ધાંગધ્રા તાલુકાના થળા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણી લડ્યા હતા અને જીત પણ મેળવી હતી ત્યારબાદ વર્ષ 2001માં ધાંગધ્રા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બન્યા,વર્ષ 2005માં પણ આ જ બેઠક પર ચૂંટણી લડ્યા અને જીત્યા બાદ વર્ષ 2006માં ધાંગધ્રા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બન્યા,વર્ષ 2010માં વાઘજીભાઈના ધર્મ પત્ની ઉષાબેન કંકાવટી જિલ્લા પંચાયત પર કોંગ્રેસ પક્ષમાંથી લડીને જીત્યા, વર્ષ ૨૦૧૪મા વાઘજીભાઈએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલ અને સતત બે વખત ધાંગધ્રા માર્કેટ યાર્ડના ડિરેક્ટર રહ્યા હાલ પણ ચાલુજ છે જોકે દસ દિવસ પહેલા જ ભાજપમાંથી રાજીનામું ધરી દીધું હતું અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

- text