દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવા હિન્દુ સંગઠનોની 4 નવેમ્બરે મૌન રેલી

- text


 

મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનામાં મહામુલા જીવ ગુમાવનાર લોકોના આત્માને શાંતિ માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની તથા તમામ આયામોના મોરબી જિલ્લા, મોરબી શહેર તથા મોરબી ગ્રામ્યના જવાબદાર વ્યક્તિઓ તથા કાર્યકર્તાઓ દ્વારા આગામી તારીખ 4 નવેમ્બર ને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

4 નવેમ્બરે સાંજે 5 કલાકે આ મૌન રેલી વિશ્વ હિન્દુ પરિષદના મોરબી કાર્યાલય ખાતેથી પ્રસ્થાન થઈ માધવરાયના મંદિર પાસેથી ગ્રીનચોકમાં થઈ જૂની દોશી હાઈસ્કૂલ પાસેથી મચ્છુ માના મંદિર થઈ ઘટના સ્થળ એટલે કે મચ્છુ નદીના ઘાટ ઉપર જ્યાં આ દુર્ઘટના સર્જાય હતી તે સ્થળે પહોંચશે. દુર્ઘટના સ્થળે દીપ જલાવીને તમામ મૃતકના આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ભજનનું ગાન કરવામાં આવશે.

આ ઉપરાંત બ્રાહ્મણો દ્વારા શાંતિ પાઠ પણ કરવામાં આવશે. ત્યારે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હાજર રહેવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોરબીની જાહેર જનતા, સામાજિક હિંદુ સંગઠનો, તમામ સમાજના આગેવાનોને અપીલ કરવામાં આવી છે.

 

 

- text