પુલ દુર્ઘટનામાં સગા ત્રણ માસિયાઈ ભાઈ બહેન સહિત ચારના મોત, એકનો બચાવ

- text


પિતાએ પુલ પર ફરવા જવાની ના પાડી હોવા છતાં છોકરા-છોકરાએ અગાઉથી આયોજન કરીને પુલ ઉપર ફરવા જતા ચારેયને કાળ આંબી ગયો

મોરબી : મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનામાં કેટલીય માનવ જિંદગી હોમાય ગઈ છે. જેમાં મોરબી અને કોયલી ગામના સગા ત્રણ માસિયાઈ ભાઈ બહેન સહિત ચાર વ્યક્તિનો પુલ દુર્ઘટનામાં ભોગ લેવાતા બન્ને પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો છે.પિતાએ પુલ પર ફરવા જવાની ના પાડી હોવા છતાં છોકરા-છોકરાએ અગાઉથી આયોજન કરીને પુલ ઉપર ફરવા જતા ચારેયને કાળ આંબી ગયો હતો.

મોરબીના કોયલી ગામે રહેતા ભૂમિકાબેન રાયધનભાઈ સોઢિયા ઉ.વ.19 અને તેનો નાનો ભાઈ ભૌતિક રાયધનભાઈ સોઢિયા એમ આ બન્ને ભાઈ બહેન રવિવારે મોરબી રહેતા માસીના ઘરે આટો મારવા આવ્યા હતા. ત્યારે આ બન્ને ભાઈ બહેન અને તેમના માસીના દીકરા-દીકરી તેમજ અન્ય કુટુંબીજનના છોકરા છોકરીઓ સહિત પાંચેય રવિવાર ઝૂલતાપૂલ નવો બન્યો હોય પુલમાં ફરવા જવા માટે અગાઉથી આયોજન કરી લીધું હતી. પણ પુલ ઉપર ફરવા જતા પહેલા ભૌતિકે તેના પિતા રાયધનભાઈ રામસૂરભાઈ સોઢિયાને ફોન કરીને અમે છોકરા છોકરી પુલ ઉપર ફરવા જવાની જાણ કરી હતી. આથી પિતાને કદાચ જોખમનો અગાઉથી જ અંદેશો આવી ગયો હોય પિતાએ તેમને એકલા એકલા આ રીતે ફરવા ન જવાનું કહ્યું હતું અને બે દિવસ પછી પોતે પરિવાર સાથે પુલ ઉપર ફરવા જવાનું કહ્યું હતું. પણ ભૌતિક અને તેની બહેન ભૂમિકાબેન સહિતનાને જાણે કાળ બોલાવતો હોય એમ પિતાની વાત ન માનીને આ બન્ને ભાઈ બહેન ઉપરાંત તેના માસીના નાના દીકરા-દીકરી સહિત કુલ પાંચ વ્યક્તિઓ ઝૂલતાપૂલ ઉપર ફરવા ગયા હતા.તેમ કોયલી ગામે રહેતા તેમના અન્ય માસીના દીકરા લખમણ ભાઈ મેસુરભાઈ ગોગરાએ જણાવ્યું હતું.

- text

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પાંચેય નાના નાના છોકરા છોકરીઓ પુલ પર ફરવા ગયા બાદ ઓચિંતા પુલ તૂટી પડતા આ પાંચેય વ્યક્તિઓ નદીમાં ખબકયા હતા. જો કે તેમાંથી એક નાની દીકરી નદીના કાંઠેથી બહાર નીકળી જતા બચી ગઈ હતી. જ્યારે ભૂમિકાબેન રાયધનભાઈ સોઢિયા અને તેનો નાનો ભાઈ ભૌતિક તથા માસીનો નાનો દીકરો રાજ ભગવાનજી કુંભારવડીયા અને રાજનો નાનો પિતરાઈ ભાઈ યશ દેવદાનભાઈ કુંભારવડીયાના નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. આથી બન્ને સબધી પરિવારો ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતું. જો કે બન્ને પરિવારો સામાન્ય હોય અને રાયધનભાઈએ પોતાના પુત્ર પુત્રી ગુમાવતા ભારે અરેરાટી મચી ગઇ છે.

 

- text