જાત મહેનત જીંદાબાદ ! સરકારી તંત્રના ભરોસે નથી રહેવું

- text


માળીયા તાલુકાના ભાવપર ગામના યુવાનોએ પુલ ઉપરનો સેવાળ જાતે દૂર કર્યો

બેઠા પુલ ઉપર સતત પાણીના પ્રવાહ વહેલા લીલ જામી જવાથી દરરોજ અકસ્માતનો સિલસિલો અટકાવવા યુવાનોની જાત મહેનત

મોરબી : માળીયા તાલુકાના ભાવપર ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા બેઠા પુલ ઉપર સતત વહેતા પાણીને કારણે જામી ગયેલી લીલમાં દરરોજ અનેક વાહનોને અકસ્માત નડતા હોય આજે ગામના યુવાનોએ જાત મહેનત જીંદાબાદ કરી આ લીલ દૂર કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના ભાવપર ગામ અને બગસરા ગામ વચ્ચે બેઠું કોઝવે આવેલ છે. આ નાલા ઉપરથી સતત પાણી વહેવાથી તેના ઉપર સેવાળ જામી જતાં દરરોજ નાના વાહન ચાલકો અને ખાસ કરીને મોટરસાયકલ વાળા અનેક લોકો પડી જાય છે.

જો કે આમ છતાં પણ સરકારી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવાની દરકાર ન લેવાતા આજે બગસરા ગામના સરપંચના પુત્ર એવા યુવાન કાનજીભાઈ નાગજીભાઈ પીપરીયા, સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયા, મુકેશભાઈ નવધણભાઈ પીપરીયા સાહિતના યુવાનોની ટીમે અહીંથી સેવાળ દૂર કરી સરકારી આશા રાખ્યા વગર જાત મહેનત જીંદાબાદના સૂત્રને સાર્થક કર્યું હતું.

- text

- text