મોરબીના માધાપરમા ફાયરિંગની ઘટનામાં 2 સગીર સહિત 3 ઝડપાયા

- text


શેરીમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીએ ના પાડતા ગાળા ગાળી બાદ ફાયરિંગ કરાયું હતું

મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે ગત તા. 26ની મોડી રાત્રે થયેલ ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવા મામલે ભોગ બનનાર પરિવાર દ્વારા છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં પોલીસે એક આરોપી ઝડપી લઈ અને 2 બાળ કિશોરને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના અંબિકા રોડ ઉપર રહેતા સંગ્રામસિંહ જોરુભા જાડેજાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ માથાકૂટમાં 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી હતી જેમાં એ ડિવિઝન સહિતની પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી વિષ્ણુ ઉર્ફે કિશન પ્રહલાદભાઈ ઠાકોર(ઉ.વ. 20)ને ઝડપી લીધો હતો તેમજ 2 બાળ કિશોરને પણ હસ્તગત કર્યા હતા અને અન્ય એક આરોપી જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ફરી હતી. તેમજ પોલીસ ઘટના સ્થળે વપરાયેલ પિસ્તોલ પણ કબજે લીધી હતી અને બે અજાણ્યા શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text