ટંકારામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ થયાના ટૂંકાગાળામા બાળમરણ 

- text


પાણી,નજનરેટર અને કિટના કારણે ડાયાલિસિસ સેન્ટર શોભાના ગાંઠિયા સમાન બની ગયું 

ટંકારા : ટંકારા પંથકમાં કિડનીની સમસ્યા ધરાવતા દર્દીઓને ઘર આંગણે ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ આ સુવિધા શરૂ થાય એ પહેલાં જ પાણી અને લાઈટ જનરેટર અને કિટના અભાવે આ સુવિધાનું બાળ મરણ થયું હોય એવો ધાટ સર્જાયો છે. ટંકારા તાલુકો હોવા છતાં આટલા વર્ષે પણ ટંકારામાં આમ પણ આરોગ્ય સુવિધાની ઘણી કમી છે. ત્યારે વધુ એક આરોગ્ય સેવા શરૂ થયા બાદ આ સુવિધા બંધ થઈ જવાની ભીતિ સેવાઇ રહી છે.

સરકાર દ્વારા કિડનીના દર્દીઓને તાલુકા મથક પર જ ડાયાલિસિસ સેન્ટર આપવામાં આવ્યું છે. જેથી ટંકારા તાલુકાના દર્દીને હવે મોરબી કે રાજકોટ જવાની જરૂર નહીં પડે. આ ડાયાલિસિસ સેન્ટર દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. આવા સરસ આશ્રય સાથે તાત્કાલિક સ્થાનિક આગેવાનો કે ચુંટાયેલા પ્રતિનિધિને બોલાવ્યા વિના શરૂ કરેલું ડાયાલીસીસ સેન્ટરનુ બાળમરણ થયુ હોય એવી પરિસ્થિતિ સામે આવી છે. જેમાં આ ડાયાલીસીસ સેન્ટર ચાલુ રાખવા માટે પાણી,લાઈટ અને કીટ જ ન હોવાથી હાલ આ સેન્ટર બંધ હોય એવી હાલતમાં છે. ટૂંકાગાળામાં ડાયાલીસીસ સેન્ટર બંધ જેવી હાલતમાં હોવાથી કિડનીના દર્દીઓને હવે બહાર ધક્કા નહિ કરવાની બંધાયેલી આશા ઉપર હાલ પાણી ફરી વળ્યું છે.

ટંકારાના આ ડાયાલીસીસ સેન્ટરના ઈન્ચાર્જ ડિમ્પલબેન પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અહિ પાણીનો ટાંકો ભરાઈ એ માટે અવસ્થા અને લાઈટ જતી રહે તો જનરેટર ન હોય હાલે જે ત્રણ દર્દી છે એમને અન્ય જગ્યાએ સારવાર ચાલુ કરી દીધી છે. ત્યારે અહી સવાલ એ છે કે શું આરોગ્ય વિભાગ ના અધિકારીઓને આ બાબતે ખ્યાલ ન હતો કે, પાણી પહેલા પાળ બાંધી લેવી જોઈએ?

- text

તો જીલ્લા કક્ષાએ ડાયાલિસિસ ટેક્નિશિયન હિરેન ગોસાઈ નો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હાલે રાજ્ય આખામાં સેન્ટરો શરૂ કરી દેતા કિટ આપતી કંપની પાસેથી જરૂરી જથ્થો મળી રહો નથી જેવો ગંભીર જવાબ આપ્યો હતો ત્યારે અહિ અસુવિધા બાબતે પુછતા તેમણે કહ્યું કે આ પાણી ને લાઈટ આપવાની જવાબદારી સિવીલ હોસ્પિટલ ની છે અમારૂ કામ સેન્ટર ચલાવવાનું છે જે માટે આઈ કે સી આર ડી અમદાવાદ દ્વારા જરૂરી સ્ટાફ અને મિશનરી ફાળવણી કરી આપી છે. ત્યારે અહી એ પણ સવાલ ઉદ્ભવે છે કે જ્યાં સુધી પાણી કે જનરેટર નો મુદો હલ ન થાય ત્યા સુધી દર્દી ને ડાયાલિસિસ નહી કરવામાં આવે? શું ત્યા સુધી સ્ટાફ ને બેઠે બેઠા પગાર આપવામા આવશે?

તો સિવિલ હોસ્પિટલ ટંકારાના ઈન્ચાર્જ અધિક્ષક ડો. પરમાર નો સંપર્ક કર્યો હતો અને જે સેન્ટર ફાળવયુ છે ત્યાંની અસુવિધા અંગે પુછતા એમણે કહ્યું કે આ બાબતે ઉપરી અધિકારી એ જગ્યા આપવા જણાવ્યું હતું એટલે આદેશ પાલન અર્થે આપી દીધી છે. હવે ગંભીર બાબત એ છે કે જે સેન્ટર શરૂ થઈ ગયુ છે ત્યા હજુ પચાસ બેડની હોસ્પિટલ નુ કામ ચાલુ છે તંત્ર દ્વારા કંપલિસન સલ્ટી પણ આપ્યુ નથી ત્યારે જો કોઈ અણબનાવ થયો તો જવાબદાર કોણ અને જો સુવિધા માટે શરૂ કરેલ સેન્ટર મા સગવડ ન હોય તો પછી દર્દી માટે દરકાર કોણ લેશે અને શુ ફરી આ સેન્ટર શરૂ થશે કે એમ ડી ડોક્ટર ની જગ્યા જેમ કાયમી પશ્ર્ન યક્ષ પ્રશ્ન માફક ઉભો રહશે.

- text