માળીયામાં કાલે રવિવારે મંત્રીને રૂબરૂમાં કોંગ્રેસ અતિવૃષ્ટિ અને સિંચાઈ પ્રશ્ને આવેદન આપશે

- text


કાલે માળીયા મિયાણા ખાતે પંચાયત બિલ્ડીંગના ખાતમુહૂર્ત માટે આવતા મંત્રી સમક્ષ રજૂઆત માટે ખેડૂતોને હાજર રહેવા કોંગ્રેસે અપીલ કરી

મોરબી : માળીયામાં આવતીકાલે નવનિર્મિત પંચાયત બિલ્ડીંગનું રાજયમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે ખાતમુહૂર્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ અને કિશાન સંઘના આગેવાનોએ કાલે માળીયામાં આવતા મંત્રી મેરજા સમક્ષ અતિવૃષ્ટિ અને સિંચાઈ પ્રશ્ને આવેદન આપવાના હોવાથી તેઓએ આ આવેદન આપતી વખતે ખેડૂતોને ઉમટી પડવા હાકલ કરી છે.

માળીયા મિયાણા ખાતે પંચાયત બિલ્ડીંગનું કાલે તા.16ના રોજ સવારે 9.30 કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં રાજયમંત્રી બીજેશ મેરજા ઉપસ્થિત રહેશે. મોરબી જિલ્લા કિસાન કોંગ્રેસ તથા મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોને સંબોધીને જણાવ્યું હતું કે,માળીયામાં લીલો દુષ્કાળ જાહેર કરવા બાબતની માગણી પેન્ડિંગ છે. તેમજ નર્મદા કેનાલમાંથી પણ ખેડૂતોને પાણી મળતું નથી તો આ બાબતની રજુઆત આવેદન સ્વરૂપે રાજયમંત્રી આપવાનું નક્કી કર્યું હોય તેથી આવતીકાલે રાજયમંત્રીને આવેદન આપતી વખતે માળીયાના તમામ ખેડૂતોને હાજર રહેવા ભાવેશભાઈ સાંવરિયા પ્રમુખ મોરબી કીશાન કોંગ્રેસ, જયંતીભાઈ જેરાજભાઈ પટેલ પ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ, કુલદીપસિંહ જાડેજા સેક્રેટરી ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ, કાંતિલાલ ડી. બાવરવા ખેડૂત આગેવાન ગુજરાત પ્રદેશ, ધર્મેન્દ્રભાઈ ઠાકરસીભાઈ વિડજા પ્રમુખ માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ, કાંતિલાલ ડી. પડસુમબીયા પ્રમુખ મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ, રાજુભાઈ દેવાયતભાઈ જારીયા પ્રમુખ મોરબી જિલ્લા OBC વિભાગ, દિપકભાઈ પરમાર
પ્રમુખ એસ.સી. કોંગ્રેસ મોરબી જિલ્લા, મહેશભાઈ પરજીયા જિલ્લા પંચાયત સદસ્ય, કિશોરભાઈ ચીખલીયાએ અપીલ કરી છે.

- text

- text