વાંકાનેર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિતના ચાર જુગાર રમતા ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેર નજીક મચ્છુ નદીના કાંઠે જાહેરમા જુગાર રમતા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત ચાર આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર સીટી પોલીસ મથકના પો.ઈન્સ કે.એમ.છાસીયા તથા સર્વેલન્સ ટીમ તથા પો.સ્ટેના સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર નાઓ ને ખાનગીરાહે હકીકત મળેલ કે,વાંકાનેર સીટી સ્ટેશન પાસે ગાભા વાળી શેરીમા મચ્છુ નદીના કાંઠે જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા રેહમતભાઈ કરીમભાઈ ચૌહાણ, ફારૂકભાઇ હાસમભાઇ માંડલીયા, અબાસભાઇ વલીમામદભાઇ પીલુડીયા અને વાંકાનેર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજાને રૂપીયા ૧૧,૦૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ચારેય ઈસમો વિરુધ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

- text