મોરબીના 115 વાડી વિસ્તારોમાં ભુર્ગભ ગટર અને પાણીની લાઈનના કામોનું કાલે રવિવારે ખાતમુહૂર્ત

- text


મોરબી : મોરબીના 115 વાડી વિસ્તારોમાં ભુર્ગભ ગટર અને પાણીની લાઈનના કામોનું કાલે રવિવારે ખાતમુહૂર્ત કરવામાં આવશે. વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ ઝંખતા આ વાડી વિસ્તારોમાં હવે ભુર્ગભ ગટર અને પાણીની લાઈનના કામો સાકાર થવાથી સ્થાનિકોને મુશ્કેલીઓમાંથી રાહત મળશે.

મોરબી નગરપાલિકા દ્વારા શહેરના છેવાડાના 115 વાડી વિસ્તારમાં તથા સોસાયટીમાં એસ.જે.એમ.એમ.એસ.વી.વાય. હેઠળ ભૂગર્ભ ગટર તેમજ પીવાની પાણીની લાઈનના કામોનું ખાતમુહૂર્ત આવતીકાલે તા.9 ના રોજ રવિવારે બોરીયા પાટી, બજરંગ સર્કલ-મોરબી ખાતે યોજાશે. જેમાં એસ.જે.એમ.એમ.એસ.વી.વાય. હેઠળ રૂ.38.5 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્ત સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે અને એસ.જે.એમ.એમ.એસ.વી.વાય. હેઠળ રૂ.9.56 કરોડના ખર્ચે પાણીની લાઈનના કામોનું ખાતમુહૂર્ત રાજયમંત્રી બ્રિજેશ મેરજના હસ્તે થશે. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, શહેર ભજપ પ્રમુખ લખભાઈ જારીયા, મગનભાઈ વડાવીયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે.

- text

- text