માળીયાના વિરવિદરકા ગામે કડબના પૈસા માંગવા જતા ખેડૂતને માથામાં કડું ફટકારાયું

- text


માળીયા : માળીયા તાલુકાના વિરવિદરકા ગામે ખેડૂતે કડબ વેચાતી આપ્યા બાદ બાકી પૈસાની ઉઘરાણી કરવા જતાં બે શખ્સોએ માથામા કડું ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના પંચવટી ગામે રહેતા ભુદરભાઇ કાનજીભાઈ સુરાણીએ વિરવિદરકા ગામના રાજુભાઇ માલાભાઈ ભરવાડ અને ઘોઘાભાઈ માલાભાઈ ભરવાડને કડબ વેચાતી આપી હતી. જેના બાકી પૈસાની ઉઘરાણી કરવા જતા બન્ને ભાઈઓએ મળી ભુદરભાઈને ગાળો આપી માથામાં કડું ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text