હળવદના કોંગ્રેસ અગ્રણી આમ આદમી પાર્ટીમાં જોડાયા

- text


હળવદ: જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ભૂકંપ આવી રહ્યા છે. નેતાઓ એક પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે હળવદ કોંગ્રેસ અગ્રણી આમ આદમી પાર્ટીમાં જોડાતા હળવદ આપ ટિમ મજબૂત બની છે.

હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ કિસાન સેલ ગુજરાત પ્રદેશના મહામંત્રી મનસુખભાઈ પારેજીયા (હનુમાન) ગઈકાલે આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હાજરીમાં તેઓએ આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો હતો.

- text

- text