મોરબીમાં નવરાત્રી સંદર્ભે પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ

- text


શહેરના પ્રવેશ માર્ગ સહિતના માર્ગો ઉપર પોલીસે અલગ અલગ ટિમો બનાવી સઘન ચેકિંગ કર્યું

મોરબી : મોરબીમાં પોલીસ દ્વારા નવરાત્રીને ધ્યાને લઈને સલામતી માટે ગતરાત્રે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારોમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે શહેરના પ્રવેશ માર્ગ સહિતના માર્ગો ઉપર પોલીસે અલગ અલગ ટિમો બનાવી સઘન ચેકિંગ કર્યું હતું.

- text

મોરબી હાલ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવમાં લોકો શાંતિપૂર્ણ રીતે માતાજીની ભક્તિનો તહેવાર મનાવી શકે એ માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ રાત્રી દરમિયાન શહેરના તમામ માર્ગો અને ગરબીઓ પાસે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાત્રી ગરબીઓ દરમિયાન ઠેરઠેર પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા રહે છે. ત્યારે આ તહેવારો દરમિયાન સલામતી જળવાઈ રહે એ માટે ગતરાત્રે મોરબીમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને શહેરના પ્રવેશ માર્ગો ઉપર બેરીકેટેડ રાખી વાહન ચેકિંગ કરવામાં કરવામાં આવ્યું હતું. આવી રીતે દરેક માર્ગો ઉપર રાત્રી દરમિયાન નીકળતા વાહનોનું ચેકિંગ કરાયું હતું. વાહન ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ સામે આવી ન હતી.

- text