હળવદ ગ્રામ્યની સગીરાને ભગાડી જનાર અપરાધીને ઓરિસ્સાથી પકડી પાડતા પીએસઆઇ ટાપરિયા

- text


અગાઉ જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ ઓરિસ્સાથી વધુ એક અપરાધીને ઉઠાવી લેવામાં મળી સફળતા

હળવદ : હળવદ પોલીસ મથકમાંથી તાજેતરમાં જ બદલી પામેલા પીએસઆઇ આર.બી.ટાપરિયાએ હળવદ ચાર્જ છોડતા પહેલા વધુ એક ગુન્હાનો ભેદ ઉકેલી નાંખી છેક ઓરિસ્સા રાજ્યના અંતરિયાળ વિસ્તારમાંથી હળવદ ગ્રામ્યની સગીરાને ઉઠાવી જનાર અપરાધીને ભોગ બનનાર સગીરા સહિત શોધી કાઢવામાં સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાંચેક મહિના પૂર્વે હળવદ ગ્રામ્ય વિસ્તારની એક સગીરાનું અપહરણ થયું હોય પીઆઇ એમ.વી.પટેલ દ્વારા આ પેચીદો કેસ પીએસઆઇ આર.બી.ટાપરિયાને સોંપવામાં આવ્યો હતો. બાદમાં પીએસઆઇ ટાપરિયા અને તેમની ટીમના પોલીસ કોન્સ્ટેબલ સુખદેવભાઇ અને મહિલા કોન્સ્ટેબલ મનીષાબેન સહિતની ટીમે બાતમીને આધારે ઓરિસ્સા રાજ્યના બાલેશ્વર જિલ્લામાં અંતરિયાળ આવેલ સારથા ગામે સ્થાનિક પોલીસને સાથે રાખી રાત્રીના સમયે છાપો મારી આરોપી સનતકુમાર ઉર્ફે મુન્નાભાઇ ઉમાકાંતને ઝડપી લઈ ભોગ બનનાર સગીરાને હસ્તગત કરી કુનેહ પૂર્વક હળવદ લાવ્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે, પીએસઆઇ આર.બી.ટાપરિયાએ હળવદમાં ફરજ દરમિયાન જમ્મુ કાશ્મીરના અત્યંત જોખમી ગણાતા પુલવામા ખાતેથી કરોડો રૂપિયાની છેતરપીંડી કરનાર આરોપીને પકડવાની સાથે તાજેતરમાં માળીયા મિયાણા નજીક ઝડપાયેલા મેફેડ્રોન ડ્રગ્સ પ્રકરણમાં પણ કુનેહ પૂર્વક રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવાની સાથે મધ્યપ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાથી પણ જોખમ ઉઠાવી આરોપીઓને ગીતફતમાં લીધા છે.

- text