ટંકારાના સરાયા તાલુકા શાળાનો 69મો સ્થાપના દિવસ ઉજવાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના સરાયા તાલુકા શાળામાં આજે સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. તા.01-10-1954 માં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ આજે વૃદ્ધાવસ્થા સુધી પહોંચી ગયા છે તેવા દરેકને આમંત્રણ આપીને “કેક કટિંગ” કરી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, ટંકારા તાલુકાના બી. આર.સી. કો ઓર્ડીનેટર તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી વિરમભાઈ દેસાઈ, સી.આર.સી. હેમંતભાઈ, સરાયાના સરપંચ શામજીભાઈ ઢેઢી, આચાર્ય ચુનીલાલ ઢેઢી, નિવૃત આચાર્ય જીલુભાઈ ઢેઢી તેમજ સમગ્ર શાળા સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text