એક બુથ પાંચ યુથ કોંગ્રેસ.. મોરબીમાં કોંગ્રેસની બેઠક યોજાઇ

- text


મોરબીમાં સક્રિય કાર્યકરોને નવી નિમણુંક અપાઇ

મોરબી : આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવી ચૂંટણી ઢંઢેરાના આઠ વચનો જન જન સુધી પહોંચાડવા આજે મોરબી સર્કિટ હાઉસ ખાતે એક બુથ પાંચ યુથ કોંગ્રેસ વિષયે અગત્યની બેઠક મળી હતી જેમાં નવા સક્રિય કાર્યકરોને નિમણુંક પણ આપવામાં આવી હતી.

આજરોજ મોરબીના સર્કિટ હાઉસ ખાતે “એક બુથ પાંચ યુથ કોંગ્રેસ” ના અનુસંધાને મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ માનસિંગ રાઠોડ તથા મોરબી જિલ્લા પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ તથા મોરબી જીલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા અને દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

વધુમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના લોકોને અપાયેલ 8 વચનના સંકલ્પપત્ર અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું અને પક્ષ દ્વારા અપાયેલ આઠ વચન ઘર, ઘર અને જન, જન સુધી પહોંચાડવા મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ આહવાન કર્યું હતું. આ તકે મોરબી જિલ્લાના સક્રિય કાર્યકરની નવી નિમણૂક પણ આપવામાં આવી હતી. આજની બેઠકમાં જિલ્લાના આગેવાન અને હોદ્દેદાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text