મોરબીમાં લાયન્સ કલબ દ્વારા રાસ ગરબે રમતી બાળાઓને પ્રોત્સાહિત કરાઈ

- text


છેવાડાના વિસ્તારની સામાન્ય પરિવારના કુલ ૧૧૫ બાળાઓને પ્રોત્સાહિત કરાઇ

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ ઉત્સવમાં બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી અને સાથે હંગર પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ ઉત્સવમાં લાયન્સનગર ગોકુલનગરની બાજુમાં આવેલ બહુચર ગરબી મંડળની ૫૫ બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી તેમજ તમામ સેવકો અને બાળાઓનેઆઈસ્ક્રીમ આપવામાં આવી અને લાયન્સનગરની સામાન્ય વર્ગનીબાળાઓ અને તેમના વાલીઓ ખુબજ આનંદ પામ્યા હતા.

આવીજ રીતે લીલાપર રોડ પર આવેલા જયમતાજી ગરબી મંડળની ૬૦ સામાન્ય વર્ગની બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી આમ કુલ ૧૧૫ બાળાઓને માતાજીનાનવલા નોરતામાં પ્રોત્સાહીત કરીને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યોએ નાની બળાઓને પ્રોત્સાહીત કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રોજેક્ટમાં લા. પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈકાવર, પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ટી.સી.ફુલતરિયા, સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઇસ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી લા કેશુભાઈ દેત્રોજા, લાયન સભ્યો મહાદેવભાઇ ચિખલિયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, લા રશ્મિકાબેન રૂપાલા અને લા. મણીલાલભાઈ કાવર હાજર રહેલ અને તમામના હસ્તે બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી તેમજ બાળાઓ તથા માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

- text

- text