ડોસા આજે તો તું બચી ગયો, હલણ પ્રશ્ને વૃદ્ધ ઉપર હુમલો

- text


હળવદ તાલુકાના જૂની કીડી ગામે માતા, પિતા અને પુત્રએ વૃદ્ધને માર્યા

હળવદ : હળવદ તાલુકાના જુના કીડી ગામે વાડીના હલણ મામલે યુવાને વૃદ્ધને મોટર સાયકલ ઉપરથી પછાડી દઈ માર મારી ડોસા આજે તો તું બચી ગયો હવે નહિ મુકું કહી જાનથી મારી નાખવા ધમકી આપી હતી અને આ બાબતે યુવાનના માતા અને પિતાને ફરિયાદ કરવા જતાં લાજવાને બદલે ગાજેલા ત્રણેય શખ્સોએ વૃદ્ધને ગાળો આપી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના કીડી ગામે રહેતા ભુદરભાઇ પોપટભાઇ દલસાણીયા ઉ.62 મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે હલણ ના પ્રશ્ને શેઢા પાડોશી વિપુલભાઇ સતાભાઇ મુંધવાએ મોટર સાયકલ ઉપરથી પછાડી દઈ ગાળો કાઢી માર મારતા આ ગામના માજી સરપંચ આવી જતા ભુદરભાઈને છોડાવ્યા હતા. જો કે જતા જતા વિપુલે ભુદરભાઈને કહ્યું હતું કે ડોસા આજે તો તું બચી ગયો હવે નહિ છોડું

- text

બીજી તરફ આ મામલે ભુદરભાઈ વિપુલના માતાપિતાને ઝઘડાની જાણ કરી માર મર્યાની ફરિયાદ કરતા તેઓએ પણ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

ઘટના અંગે ભુદરભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સતાભાઇ વેલાભાઇ મુંધવા, વિપુલભાઇ સતાભાઇ મુંધવા અને મુડીબેન સતાભાઇ મુંધવા, રહે બધા કીડી તા.હળવદ જી-મોરબી વાળાઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text