હળવદના ભલગામડામાં આઈસરે હડફેટે ત્રણ ભેંસના મોત

- text


હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે ગઈકાલે શનિવારે મોડી સાંજે ચોટીલા તરફથી સીએનજી ભરી આવતા આઇસર નંબર જીજે ૦૨-ઝેડઝેડ-૭૧૫ના ચાલકે ગામના પાદર માંથી પસાર થતી ત્રણ ભેંસને અડફેટે લેતા ત્રણેય ભેંસના મોત નીપજ્યા હતા. બનાવને પગલે ગામ લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ આઇસર ચાલકે પશુ માલિક દેવશીભાઈ રૂડાભાઈ રબારીને યોગ્ય વળતર આપતા મામલો થાળે પડ્યો હતો.

- text

- text