મારું બુથ મારુ ગૌરવ કાર્ય અંતર્ગત કોંગ્રેસે હળવદમાં ઘરે ઘરે વચન પત્રો આપ્યા

- text


હળવદ : વિધાનસભાની ચૂંટણીને લઇ દરેક રાજકીય પક્ષો મતદારોને રીઝવવા કામે લાગી ગયા છે ત્યારે હળવદ કોંગ્રેસ દ્વારા મારું બુથ મારુ ગૌરવ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે અને ઘરે ઘરે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આઠ વચનની પત્રિકાઓ આપવામાં આવી રહી છે.

આ વર્ષે યોજાના વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા રાહુલ ગાંધીએ આપેલા આઠ વચનોની પત્રિકા રાજ્યના ૧ કરોડ ૫૫ લાખ પરિવાર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેને લઇ હળવદ કોંગ્રેસ દ્વારા મારું બુથ મારુ ગૌરવ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘરે ઘરે જઈ લોક સંપર્ક કરી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

- text

જેમાં હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ રાણા, ધર્મેન્દ્રભાઈ એરવાડીયા,જીલુભાઇ રાજપુત,ગોપાલભાઈ દોરાલા, ઘનશ્યામભાઈ બાબરીયા, હિમાંશુભાઈ મહેતા સહિતનાઓ જોડાયા હતા.

- text