ચરાડવાથી સુરવદરના રોડનું કામ ચાર વર્ષ બાદ પણ અધૂરું

- text


મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રીને પત્ર પાઠવી રોડનું કામ વહેલી તકે પુરૂ કરવા જિલ્લા પંચાયત પ્રમુખની માંગણી

હળવદ : હળવદ તાલુકાના ચરાડવાથી સુરવદર ગામને જોડતા રોડનું કામ સાડા ચાર વર્ષ પહેલાં ચાલુ થયું હતું જે આજ દિન સુધી પૂર્ણ થયું નથી ઓછામાં પૂરું છેલ્લા એક વર્ષથી તો રોડનું કામ જ બંધ હોવાનું સામે આવ્યું છે. જેથી મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ રાજ્યના મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રીને પત્ર લખી બંધ પડેલ રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરી છે.

- text

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,માર્ગ અને મકાન મંત્રી જગદીશભાઈ પંચાલને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે હળવદ તાલુકાના ચરડવાથી સૂરવદર ગામને જોડતો રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે આ રોડનું કામ સાડા ચાર વર્ષ પહેલા ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી રોડનું કામ પૂર્ણ કરેલ નથી અને અધ્ધવચ્ચેથી જ કામ બંધ કરી દીધેલ છે. વધુમાં એ પણ જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા એક વર્ષથી આ રોડનું કાંઈ જ કામ કરવામાં આવ્યું નથી.

અધૂરા કામને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો ને ખરાબ થઈ ગયેલા રોડથી અકસ્માતનો પણ ભય રહે છે. જેથી બંધ પડેલ રોડનું કામ વહેલી તકે અને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text