લીલા દુકાળગ્રસ્ત માળિયામાં વધુ એક ઈંચ વરસાદ

- text


મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મોરબી18મીમી, માળીયા 28મીમી, ટંકારા10મીમી, હળવદ18મીમી અને વાંકાનેરમાં 11મીમી

મોરબી : છેલ્લા ચાર દિવસથી મોરબી જિલ્લામાં અવિરત મેઘસવારી ચાલુ રહેવા પામી છે જેમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં અડધો ઈંચથી લઈ એક ઈંચ સુધી વરસાદ નોંધવા પામ્યો છે. મોરબી ફ્લડ કંટ્રોલરૂમના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં મોરબી18મીમી, માળીયા 28મીમી, ટંકારા10મીમી, હળવદ18મીમી અને વાંકાનેરમાં 11મીમી વરસાદ નોંધાયો હતો.

- text

- text