અગલે બરસ તુમ જલ્દી આના..મોરબીમાં ગણપતિ બાપાની ભારે હૈયે વિદાય

- text


વિસર્જન દરમિયાન સલામતી માટે તંત્રે અલગ વ્યવસ્થા કરી ચાર સ્થળે લોકો પાસેથી મૃતિઓ એકત્ર કરી પોલીસ બંદોબસ્ત વચ્ચે નદીમાં વિસર્જન કર્યું 

મોરબી : દરેક શુભ કાર્યોમાં પ્રથમ પૂજાતા અને સદાય વિઘ્ન હરતાં અને મવ દસ દિવસ સુધી ભક્તિભાવથી પૂજા કર્યા દુંદાળા દેવની આજે વિદાયની ઘડી આવતા મોરબી શહેરમાં ભવ્ય પંડાલ કે શેરી ગલીમાં સ્થાપિત કરાયેલી ગણપતિ બાપાની મૂર્તિ સાથે ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી અને અગલે બરસ તુમ જલ્દી આનના કોલ સાથે મોરબીમાં ગણપતિની મૃતિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મોરબી નગરપાલિકા દ્વારા સલામતીના કારણોસર. આજે ગણપતિ વિસર્જનની જાતે જ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં ચાર સ્થળે મૂર્તિ કલેક્શન કરવામાં આવી હતી. લોકોએ દસ દિવસ સુધી ગણપતિ દાદાની ભક્તિભાવથી આરાધના કર્યા બાદ વિસર્જન યાત્રા કાઢીને મૂર્તિઓ કલકેશન સ્થળે જમા કરાવી દીધી હતી. નગરપાલિકા દ્વારા જેમ જેમ મૃતિઓ આવતી ગઈ તેમ તેમ ગણેશજીની મૂર્તિઓને સુરક્ષિત રીતે આરટીઓ કચેરી બાયપાસ પાસે આવેલ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ખાસ તરવૈયાઓની ટીમ અને જેસીબી વડે રાત સુધી નદીમાં તમામ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું.

- text