ટંકારા : ઝુંપડીમાં વિઘ્નહર્તાની ભાવભેર સ્થાપના કરનાર બાળકોને ભરપેટ ભોજન કરવાયું

- text


 

ટંકારા : ટંકારાના બાળકોએ ભાવભેર ઝૂંપડીમાં ગણેશજીની સ્થાપના કરી છે. ત્યારે ખોડિયાર મંડપ સર્વિસ વાળા જયદીપભાઈ બારાએ પરિવાર સાથે અહીં આવી બાળકોને પેટભરીને ભોજન કરાવ્યું હતું.

ટંકારાની મામલતદાર કચેરીની બાજુમાં આવેલ મફતિયાપરાના સામાન્ય વર્ગના નાના બાળકોએ પણ ગણેશજી પ્રત્યે પોતાની અનેરી શ્રદ્ધા દર્શાવવા ફૂલ નહિ તો ફૂલ પાંખડીની જેમ ઘરેથી ખિસ્સા ખર્ચ માટે મળતા એકાદ બે રૂપિયા દરરોજ એકઠા કરી આ ખિસ્સા ખર્ચમાંથી નાના પાયે ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં વિજપોલના ટેકે લોખંડના કટકા અને કાંટાળી વાડ કરી તૂટેલું ફુટેલું છાપરું બનાવી અને નીચે પાલ પાથરી એમ આવા નાનકડા પંડાલ બનાવી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું છે.

મોરબી અપડેટમાં પબ્લિશ થયેલ આ અહેવાલ વાંચીને ખોડિયાર મંડપ સર્વિસ મોરબી વાળા જયદીપભાઈ બારા પરીવાર સાથે અહી પધાર્યા હતા અને ઝુપડીમા બિરાજમાન વિધ્નહર્તાના દર્શન કરી બાળકોને ભરપેટ ભોજનનિયા કરાવ્યા હતા.

- text

- text