જબલપુર પ્રા.શાળામાં સુપર મેગા આઈ ચેકઅપ કેમ્પ યોજાયો, 200 લોકોની તપાસ કરાઈ

- text


 

ટંકારા: જબલપુર પ્રાથમિક શાળામાં તા.29/8/2022ના રોજ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર, રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ, હરેશભાઈ, દેવેન્દ્રભાઈ, જશવંતભાઈ, શાંતિલાલ અને તેમની ટીમ અને શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલના સહયોગથી સુપર મેગા આઇ ચેકઅપ અને મોતીયાના નિ:શુલ્ક ઓપરેશન માટે કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં અશોકભાઈ ચાવડા (જિલ્લા પંચાયત સદસ્ય), પ્રભુભાઈ કામરીયા (તાલુકા પ્રમુખના પ્રતિનિધિ), જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી બી.એન.વિડજા, જિલ્લા નાયબ પ્રા.
શિક્ષણાધિકારી ગરચર, ટંકારા તાલુકા પ્રા. શિક્ષણાધિકારી શર્મિલાબેન હુમલ, BRC કોઓર્ડિંનેટર કલ્પેશભાઈ ફેફર, રોટરી ક્લબના પ્રેસિડેન્ટ કુનાલભાઈ મહેતા, ઋષિકેશભાઈ (સેક્રેટરી, રોટરી ક્લબ) અને તેમના સભ્યો, Smcના અધ્યક્ષ, કમિટીના તમામ સભ્યો અને ગામના આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં કેમ્પની શરૂઆત કરાઈ હતી. જેમાં 200 જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી અને 19 લોકોને ઓપરેશન માટે રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

- text

- text