- text
મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી દ્વારા કાર્યક્રમનું આયોજન
મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી દ્વારા ગુજરાત રાજ્યની મેનીફેસ્ટો કમિટી દ્વારા નક્કી કરાયેલા કાર્યક્ર્મ ‘અબ કી બાર જનતા કી સરકાર….તો …બોલો સરકાર….’ કાર્યક્રમનું આયોજન 2 સપ્ટેમ્બરના રોજ મહેન્દ્રનગરના રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યુ છે.
આ કાર્યકમમાં લોકોના પ્રશ્નો, સાંભળીને તેના નિરાકરણ માટે શું કરવામાં આવશે ? તે ચૂંટણી ઢઢેરામાં સમાવેશ કરવામાં આવશે તેવું કોંગ્રેસ દ્વારા જણાવાયું છે. આ કાર્યક્રમમાં જાહેર જનતા તથા નાના વ્યવસાયિક મંડળો, જેવા કે મજૂર મંડળ, રિક્ષા અસોસિએશન, રોકડીયા ફેરિયાઓનું મંડળ, ફેરિયાઓનું મંડળ અન્ય યુનિયનો, વેપારી મંડળો, વિદ્યાથીઓ, શિક્ષકો, નોકરીયાતો, કોન્ટ્રેક પરના કર્મચારીઓ, ફિક્સ પગારના કર્મચારીઓ, વાલીઓ, શહેરના જાગૃત નાગરિકો, ખેડૂતો, માલધારીઓ, ટ્રાન્સપોર્ટરો, સેવાકીય સંગઠનો, NGO અને અન્ય સંગઠનોને પધારવા તેમજ તેના પશ્નો રજુ કરવા આ આમંત્રણ પાઠવાયુ છે.
- text
કોંગ્રેસ પાર્ટીનો નિરાધાર છે કે, લોકશાહીમાં લોકો માટેજ સરકાર બનતી હોય છે. ત્યારે લોકોની સુખાકારી બાબતે શું કરવું જોઈએ? તેવા સૂચનો લોકો પાસેથી મેળવવા છે. અને પછી તે મુજબ ચૂંટણી ઢઢેરો બનાવીશું.
આ કાર્યક્રમમાં પરેશભાઈ ધનાણી (પૂર્વ વિરોધ પક્ષના નેતા ,ગુજરાત વિધાનસભા), દીપકભાઈ બાબરિયા (ચેરમેન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી), ઋત્વિકભાઈ મકવાણા (કાર્યકારી પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિ અને ટંકારના ધારાસભ્ય લલિતભાઈ કગથરા (કાર્યકારી પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા, હિતેન્દ્ર પીઠડીયા (ચેરમન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ.સી. સેલ અને AICCના ગુજરાતના પ્રભારી), કાન્તિલાલ ડી. બાવરવા (કન્વીનર, રાજકોટ ડીવીઝન મેનીફેસ્ટો કમિટી) તેમજ મેનીફેસ્ટો કમિટીના ગુજરાતના હોદેદારો ઊપસ્થિત રહેશે. તો સૌને આ કાર્યક્રમમાં હાજર રહેવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ અને મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટીના કન્વીનર ડો. લખમણભાઈ કંઝારીયાની યાદીમાં જણાવાયું છે.
- text