ટંકારાના સરાયા ગામની સીમમા ખેતમજૂરનું શંકાસ્પદ મૃત્યુ

- text


એક વાડીએથી બીજી વાડીએ જતી વેળાએ બનેલી ઘટનામાં વીજ થાંભલા નજીક મૃતદેહ મળ્યો

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં એક વાડીથી બીજી વાડીએ જઈ રહેલા ખેતમજૂરની શંકાસ્પદ હાલતમાં વીજ થાંભલા નજીક લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે ખેત મજૂરી કરતા રસીકભાઇ નાનજીભાઇ ગલીયાભાઇ તડવી ઉ.48, રહે. હાલ સરાયા તા.ટંકારા મુળ રહે.ધાજા ફળીયા હીરપરી ગામ તા.પાવી જેતપુર જી.છોટાઉદેપુર વાળા રાત્રીના બાજુની વાડી તરફ જતા કોઇ પણ કારણોસર બે ભાન હાલતમાં ઇલેકટ્રીક થાંભલા પાસે પડેલ જોવા મળતા વાડી માલિક કલ્પેશભાઈ દુબરીયાએ પોલીસને જાણ કરતા આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text