મોરબીમાં કોલેજના વિદ્યાર્થીઓ ડ્રોન, રોબોટિક ટેક્નોલોજીમાં માસ્ટર બનશે : વર્કશોપ યોજાયો

- text


ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા મોરબીની 6 કોલેજોમાં DIY KITS આપવામાં આવી

મોરબી : મોરબીના કોલેજીયન વિદ્યાર્થીઓ હવે રોબોટિક ટેકનોલોજી, ડ્રોન ટેકનોલોજી સહિતના વિષયોમાં પારંગત બનશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા મોરબીની 6 કોલેજોમાં DIY KITS આપવામાં આવી હતી અને DIY KITS WORKSHOPનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા મોરબી જીલ્લાની 6 જેટલી કોલેજોમા આપવામાં આવેલી હતી. DIY KITSની જી.જે.શેઠ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી માટે 4 દિવસ માટે DIY KITS WORKSHOPનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થી માટે રોબોટિક્સ ટેક્નોલોજી, ડ્રોન, મિકેનિકલ કિટ્સ, અગ્રિક્લચર કિટ્સ, જેવી અધતન ટેકનોલોજી વાળી કિટ્સની ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજન કરેલું હતું.

જેમાં જી જે શેઠ કોમર્સ કોલેજના ટ્રસ્ટી,પ્રિન્સીપાલ ગરમોર,”આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડીનેટર દીપેનકુમાર ભટ્ટ તેમજ યશભાઈ કંઝારિયા દ્વારા વિદ્યાર્થીને માહિતી પૂરી પાડી હતી. વિદ્યાર્થી આત્મા નિર્ભર બને અને રાષ્ટ્રને નવી ટેક્નોલોજી મળતી રહે હેતુથી આ પ્રકારની કિટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે “આર્ય ભટ્ટ” વિજ્ઞાન કેન્દ્ર અને મોરબી જીલ્લાની કોલેજો વિદ્યાર્થીમાં નવી ટેકનોલોજીના બીજ રોપાશે.

- text

- text