માળીયાથી હાઇ-વે સુધીના બિસ્માર માર્ગનું અંતે રીપેરીંગ હાથ ધરાયુ

- text


નગરપાલિકાના પ્રમુખની રજુઆતને લઈને તંત્ર સફાળું જાગ્યું 

માળીયા : માળીયાથી હાઇવે સુધીનો માર્ગ અતિ ખરાબ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોવાની નગરપાલિકા પ્રમુખે રજુઆત કરતા અંતે તંત્ર સફાળું જાગ્યું હતું અને તંત્ર દ્વારા માળીયાથી હાઇવે સુધીના ખરાબ માર્ગનું અંતે રીપેરીંગ હાથ ધરાયુ છે.

માળીયા નગરપાલિકાના પ્રમુખ હારુનભાઈ સંઘવાણી દ્વારા તાજેતરમાં તંત્રને રજુઆત કરવામાં આવી હતી કે, માળીયા મિયાણાના વાગડીયા ઝાપાથી હાઇવે સુધીનો લાંબો માર્ગ એક્દમ ખખડધજ હાલતમાં હોવાથી માળીયાના લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. માળીયાથી હાઇવે સુધીનો માર્ગ બિસમાર હોવાથી નાના મોટા અકસ્માત બનતા હોવાથી આ માર્ગ ખતરનાક બની ગયો હોય વહેલીતકે યોગ્ય રીપેરીંગ કરવાની માંગ ઉઠાવી હતી. આ માગણીને ધ્યાને લઈને તંત્ર હરક્તમાં આવ્યું હતું અને તંત્ર દ્વારા માળીયાથી હાઇવે ઉપર મેટલ પાથરીને રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.

- text

- text