મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ ટીબી દર્દીઓને દત્તક લીધા

- text


દર્દીઓને 1 વર્ષ માટે પોષણયુક્ત રાશન કીટ આપશે 

મોરબી : ભારત સરકાર દ્વારા ટીબી ફ્રી ઈન્ડિયા પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે જે હેઠળ મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ 5 ટીબી દર્દીઓને દત્તક લીધા હતા.આ દર્દીઓને 1 વર્ષ માટે પોષણયુક્ત રાશન કીટ આપવામાં આવશે.

મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ પ્રોજેક્ટ ટીબી ફ્રી ઈન્ડિયા હેઠળ 5 ટીબી દર્દીઓને દત્તક લીધા છે.1 વર્ષ માટે તેમને પૌષ્ટિક ખોરાકની રાશન કીટ આપવામાં આવશે.આ શૃંખલાને આગળ વધારતા ટીબી હોસ્પિટલમાં 5 દર્દીઓને પોષણયુક્ત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ કવિતા મોદાણી, રંજના સારડા, ચંદા કાબરા, કુસુમ મિશ્રા, અલકા સોમાણી, સારિકા સિંહા, કલ્પના ચોબે, રેખા મોર, બબીતા ​​સાંઘી અને ચેતના અગ્રવાલે સફળ બનાવ્યો હતો.

- text

- text