હળવદના સરભંડા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવાનની શોધખોળ

- text


સ્થાનિક તરવૈયાની મદદથી બે કલાકથી શોધખોળ કરવા છતાં પતો ન લાગતા અંતે મામલતદારે કેનાલમાં પાણી પ્રવાહ બંધ કરવાની સૂચના આપી

હળવદ : હળવદના સરભંડા ગામે નમેદા કેનાલમાં યુવાન ડૂબી જતાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે સ્થાનિક તરવૈયાની મદદથી બે કલાકથી શોધખોળ કરવા છતાં પતો ન લાગતા અંતે મામલતદારે કેનાલમાં પાણી પ્રવાહ બંધ કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રણછોડગઢ ગામે રહેતો માધાભાઈ રામસંગભાઈ થરેસા (ઉ.વ.38) નામનો યુવાન આજે બપોરે તેમના ગામ નજીક આવેલ હળવદ તાલુકાના સરભંડા ગામેથી નીકળતી મોરબી તરફની નર્મદા કેનાલના કાંઠે ગયો હતો. ત્યારે અકસ્માતમાં પગ લપસ્તા આ યુવાન નર્મદા કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. યુવાન કેનાલમાં ડૂબી ગયાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. આ બનાવની જાણ થતાં રણછોડગઢ ગામના તાલુકા પંચાયતના સભ્ય મહેશભાઈ તેમજ મામલતદાર અને ટીડીઓ સાહિતનું તંત્ર ઘટનાસ્થળે જવા રવાના થયું છે. જો કે સ્થાનિક તરવૈયાની મદદથી બે કલાકથી શોધખોળ કરવા છતાં પતો ન લાગતા અંતે મામલતદારે કેનાલમાં પાણી પ્રવાહ બંધ કરવાની સૂચના આપી છે.

- text