હળવદ યાર્ડમાં સિઝનના પ્રથમ સોદામાં ખેડૂતને મગફળીનો મણનો ભાવ રૂ.1851 મળ્યો

- text


સિઝનની પ્રથમ મગફળીનો સારા ભાવમાં સોદો થયો

હળવદ : હળવદના માર્કેટ યાર્ડમાં સાતમ આઠમના તહેવારોની રજા બાદ નવી સિઝન શરૂ થઈ છે. આજે હળવદના માર્કેટ યાર્ડમાં સિઝનની પ્રથમ આવેલી મગફળીનો સારા ભાવમાં સોદો થયો હતો. નોંધનીય બાબત એ છે કે, ખેડૂતને સીઝનમાં પહેલીવાર મગફળી વચેવા આવ્યા હોય તેમને સારો ભાવ આપવાની સાથે સન્માન પણ કરાયું હતું.

હળવદ માર્કેટ યાર્ડમાં આજથી જણસીઓ આવકની સિઝન શરૂ થઈ છે. મુખ્યત્વે મગફળી, કપાસ સહિતના પાકોની આવક થાય છે. ત્યારે આજે સીઝનમાં પ્રથમ મગફળી વેચવા આવી હતી.જેમાં હળવદ તાલુકાના કડીયાણા તાલુકાના ત્રિલોકભાઈ પટેલ નામના ખેડૂત સિઝનની પ્રથમ મગફળી વેચવા આવતા માર્કેટીંગ યાર્ડ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેની મગફળીની હરરાજી કરાતા એક વેપારીએ મણ દીઠ રૂ.1851નો ઉંચો ભાવ આપ્યો હતો. અંદાજે 20 મણથી વધુ મહાફળી વેચાવા આવી હતી અને પ્રથમ સારા મુહૂર્તમાં મગફળીનો સારો સોદો થયો હતો.

- text

- text