મોરબીના જેતપર ગામે યુવાન ઉપર ખૂની હુમલો કરનાર આઠેયની ધરપકડ

- text


આજે વિહિપ, બજરંગ દળ સહિતના સંગઠનોની ગ્રામજનો સાથે બેઠક યોજાઇ અને હુમલાખોર સામે કડક કાર્યવાહીની માંગ, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને એસપીનો આવેદન આપ્યું

મોરબી : મોરબીના જેતપર ગામે થોડા દિવસ પહેલા યુવાન ઉપર ગાડી કેમ માથે નાખશ તેમ કહી આઠ શખ્સો ધોકા, પાઇપ, છરી વડે યુવાન ઉપર તૂટી પડ્યા હતા.આ ગંભીર બનાવના ઘેરા પ્રત્યાઘાત પડતા ગ્રામજનોએ ગામને સજ્જડ બંધ રાખી એસપી અને કલેકટરને આવેદન આપ્યું હતું. આથી પોલીસે આઠેય આરોપીઓને ઝડપી લીધા હતા.

મોરબીના જેતપર ગામે રહેતા રાજેશભાઇ ભુદરભાઈ પટેલ (ઉ.વ.37) ઉપર અબ્દુલભાઈ કૈડા, અબ્દુલભાઈનો દીકરો ભુરો, બીજો દીકરો ઈમ્તિયાઝ, અસલમભાઈ હનીફભાઈ, અબ્દુલભાઈનો ભત્રીજો અકિલ, બીજો ભત્રીજો શાહિદ, તુફાનભાઈ ઓસમાણભાઈ, હુસેન ઓસમાણભાઈએ છરી ધોકા વડે ખૂની હુમલો કર્યો હતો. આ બનાવને પગલે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે જેતપર ગામ સજ્જડ બંધ રાખી ગ્રામજનોએ એસપી અને કલેકટરને આવેદન આપ્યું હતું.

દરમિયાન મોરબી તાલુકા પોલીસે આ હુમલાના આરોપીઓ અબ્દુલભાઈ નથુભાઈ કૈડા, ઈમ્તિયાઝભાઈ નથુભાઈ કૈડા, શાહિદભાઈ હબીબભાઈ કૈડા, અકિલભાઈ હબીબભાઈ કૈડા, ફિરોજભાઈ ઉર્ફે ભુરો અબ્દુલભાઈ કૈડા,તુફાનભાઈ ઓસમાણભાઈ કૈડા, હુસેનભાઈ ઓસમાણભાઈ કૈડા, અસલમભાઈ હનીફભાઈ બુખારીની ધરપકડ કરી હતી. જ્યારે ગતરાત્રીના જેતપર ગામમાં આ હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ, આર.એસ.એસ અને બજરંગ દળની ગ્રામજનો સાથે બેઠક યોજાઇ હતી અને આવરા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. તેમજ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરનેન અજય લોરીયાએ એસપીને આવેદનપત્ર આપી હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

- text

- text