મોરબીમાં તેહવારો નિમિતે એસટીમાં ભારે ઘસારો, તમામ બસ હાઉસફુલ

- text


ઓનલાઈન બુકિંગમાં પણ સતત વેઇટિંગ, સાત દિવસમાં સરેરાશ આવકમાં દરરોજ એકથી દોઢ લાખનો વધારો 

મોરબી : મોરબીમાં જન્માષ્ટમીને લઈને એસટી બસ સ્ટેન્ડમાં ભારે ભીડ જામી છે. ખાસ કરીને ધાર્મિક કે પર્યટન સ્થળે તેમજ બહારગામ રહેતા સગા-સ્નેહીઓ તેમજ મિત્રીના ઘરે જન્માષ્ટમીની ઉજવણી કરવા જવા માટે મોટી સંખ્યામાં લોકોએ એસટી બસ સ્ટેન્ડમાં ઘસારો કરતા તમામ બસો હાઉસફુલ થઈ ગઈ છે.

મોરબી એસટી ડેપોમાં હાલ જન્માષ્ટમીને લઈને એટલી ચિક્કાર મેદની જામી છે કે, તમામ બસોમાં જગ્યા જ નથી. એસટી ડેપો મેનેજર દિલીપ શામળાના જણાવ્યા મુજબ મોરબી ડેપો દ્વારા સરેરાશ 600 જેટલી ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે. જેમાં 300 જેટલી ટ્રીપ મોરબીના ડેપો અને બાકીની ટીપો અન્ય ડેપોની છે. હાલ જન્માષ્ટમીને રાજકોટ, જમાનગર, કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના રૂટો એકદમ ભરચકક જોવા મળી રહ્યા છે. એસટી ડેપોમાં સ્થળ ઉપરથી ઠીક પણ ઓનલાઈન બુકિંગમાં પણ સતત વેઇટિંગ આવે છે. ખાનગી વાહનોમાં ભાડાં વધ્યા હોય ઉપરથી સલામતીની કોઈ ગેરટી ન હોવાથી એસટી તરફ ઝોક વધતા લોકલ, વોલ્વો, એક્સપ્રેસ સહિતની તમામ બસો ફૂલ થતા અગાઉ સરેરાશ મોરબી ડેપોની 3 લાખની જે આવક હતી તેમાં એકાદ દોઢ લાખનો વધારો થયો છે. જેમાં છેલ્લા એક સપ્તાહની 30.26 લાખની આવક મોરબી એસટી ડેપોને થઇ છે.

- text

- text