ગુરુવાર : સાંજે 4 સુધીના માળીયામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં તહેવારોના સમયે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી અવિરતપણે મેઘકૃપા વચ્ચે આજે પણ મોરબી જિલ્લામાં દિવસભર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. આખા દિવસમાં કયારેક ધોધમાર તો ક્યારેક ધીમીધારે વરસાદ વરસતો રહ્યો હતો. આથી મોરબી જિલ્લા કંટ્રોલરૂમમાં આજે ગુરુવારે સવારે 6થી સાંજે 4 વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો જિલ્લામાં સૌથી વધુ માળીયામાં 20 મિમી એટલે પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. હળવદમાં 4 મિમી તેમજ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા.

- text

- text