ગાળા ગામને જોડતા કોઝવે અને ડાઈવર્ઝન ધોવાઈ જતા લોકો વાહનવ્યવહર ઠપ્પ

- text


મોરબી : મોરબીના ગાળા ગામનો જર્જરિત પુલ વાહનોની અવર જવર માટે અગાઉ જ બંધ કરવામાં આવ્યો છે. જો કે આ પુલ પર નાના વાહનો પસાર થતા હતા અને નીચે બનાવેલા કોઝવે અને ડાઈવર્ઝન પરથી મોટા વાહનો. પણ ગઈકાલના સતત વરસાદના પગલે પુલ ઉપર વધુ ગાબડા પડવાથી અને નીચે બનાવેલા કૉઝવે અને ડાયવર્જન ધોવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

મોરબીના ગાળા ગામના લોકોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, ગાળા ગામને જોડતો પુલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. આ પુલ એટલી હદે ખખડી ગયો છે કે વારંવાર પોપડા પડે છે. આ પુલ નવો બનાવવાની જાહેરાત કરાઈ છે. પણ પુલ બનાવવાની કામગીરી શરૂ કરાઇ નથી. જેથી ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

- text

- text