શાળા, કોલેજો, સંસ્થા, મંદિરો અને કંપનીઓમાં સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આન બાન અને શાન સાથે 15મી ઓગષ્ટની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સરકારી તંત્ર અને સરકારી વિભાગોની સાથે જિલ્લામાં વિવિધ શાળા, કોલેજો, સંસ્થા, મંદિરો અને કંપનીઓમાં સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.


મોરબી વિ.હિ.પ અને બજરંગદળ દ્વારા ધ્વજવંદન કરાયું

મોરબીના વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ મોરબી જિલ્લાની ટીમના માર્ગદર્શન હેઠળ શહેરની ટીમ દ્વારા સબ જેલ ચોક, શિવાજી સર્કલ પાસે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.


મોરબી સ્ટાર આરકેડ કોમ્પ્લેક્ષ પરિવાર દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

આજરોજ સ્વતંત્રતા દિવસ નિમિતે મોરબીના શનાળા રોડ પર આવેલ સ્ટાર આરકેડ કોમ્પ્લેક્ષ પરિવાર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.તેમજ રાષ્ટ્રગાન કરી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.


ધરમપુર પ્રાથમિક શાળાના બાળકોને દાતા તરફથી સ્કૂલબેગનું વિતરણ

મોરબી : મોરબી તાલુકાના ધરમપુર ગામની પ્રાથમિક શાળામા સ્વાતંત્ર્ય પર્વે આજે પૃથ્વી સ્ટોન દ્વારા રૂપિયા 32 હજારના ખર્ચે તમામ બાળકોને સ્કૂલબેગ આપવામાં આવી હતી. આ તકે પૃથ્વી સ્ટોનના રક્ષિતભાઈ હળવદિયા, જસમીન હળવદિયા, બીપીનભાઈ કાસુન્દ્રા સહિતના લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમના અંતે અંકિતભાઈ વાલેરાએ તમામ બાળકોને નાસ્તો કરાવ્યો હતો. શાળા પરિવારે આ તકે તમામ દાતાઓનો આભાર માન્યો હતો.


મોરબીના સરસ્વતી શિશુ મંદિરે નિવૃત્ત સૈનિકોની ઉપસ્થિતીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી

મોરબી : મોરબીના શનાળા ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે મોરબીની શાન એવા મોરબીના નિવૃત્ત સૈનિકો તથા તેમના પ્રમુખ અશોક સિંહ ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. તેમણે આ કાર્યક્રમ નિમિત્તે આઝાદીના ઘડવૈયા વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા હમ ભારતમાંકી સંતાને માતૃભૂમિ હિત જીતે હૈ…. દેશભક્તિને ઉજાગર કરતું ગીત રજૂ થયું હતું સૈનિક ભાઈઓને પુરસ્કાર આપ્યા બાદ ધોરણ ૮ની વિદ્યાર્થી મહેક કાવર દ્વારા પોતાના પ્રિય પાત્ર ચંદ્રશેખર આઝાદ તેમજ સરદાર પટેલની વાત રજૂ કરાઈ હતી. એક સૈનિક ભાઈએ દ્વારા દેશભક્તિ વિશે વક્તવ્ય રજૂ થયું હતું. ધોરણ ૭ની વિદ્યાર્થી વિશ્વાબેન ઉભડિયા દ્વારા સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ પર ગીત રજૂ થયું. હતું. વિદ્યાલયના વ્યવસ્થાપક પરેશભાઈ મોરડીયાએ ભવિષ્યની ટેકનીક વિશે વાત રજૂ કરી અંતે માધ્યમિકના વ્યવસ્થાપક વિજયભાઈ ગઢીયાએ આભાર દર્શન કર્યું હતું. આ કાર્યક્રમની વિશેષતાએ હતી કે આખા કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા થયું હતું.


મોરબીના ભડિયાદ ગામે તિરંગા યાત્રા યોજાઈ

મોરબી : મોરબીમાં આજે આઝાદી કા અમૃત પર્વની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે.ત્યારે આજે આઝાદી કા અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબીના ભડિયાદ ગામે તિરંગા યાત્રા યોજાઈ હતી અને દેશની આઝાદીના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.


મોરબીના શોભેશ્ર્વર મંદિરે મહાદેવને ફૂલો રૂપે તિરંગાની અદભુત સજાવટ

મોરબી : મોરબીમાં આઝાદી કા અમૃત પર્વની ઉજવણીમાં હાલ શ્રાવણ માસમાં ભગવાન શિવ પણ રંગાયા હતા. જેમાં મોરબીના શોભેશ્ર્વર મંદિરે મહાદેવને ફૂલો રૂપે તિરંગાની સજાવટ કરવામાં આવી હતી અને તિરંગા સાથે અદભુત રોશની કરીને દેશભક્તિનું વાતાવરણ ઉભું કરાયું હતું અને તેમજ શોભેશ્ર્વર મંદિર ઉપર રાષ્ટ્ધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવી હતી.


બરવાળા સરસ્વતી ભગવતી હાઇસ્કુલમાં ધ્વજવંદન કરાયું

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે પટેલના હસ્તે સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે ધ્વજવંદન કરવામાં આવેલ હતું.

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વતંત્ર પર્વની ઉજવણી સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી.

આ તકે તેમના પ્રવચનમાં જણાવેલ કે આજનો બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે એ દેશની આઝાદી માટે આપણા પૂર્વજોએ એકતા અને અખંડિતતા માટે શહીદ થયેલ છે. તેમને આજના દિવસે યાદ કરી દેશની આઝાદી નું જતન કરવા આપણે સાથે મળી દેશની એકતા અને અખંડિતાને બનાવી રાખીએ.આજના દિવસે આપણે સંકલ્પ લઈએ આજ દિવસના આ કાર્યક્રમમાં હાઇસ્કુલના વિદ્યાર્થી અને સ્ટાફ તેમજ આસપાસના ગામના લોકો હાજર રહી સ્વતંત્ર દિવસની ઉજવણી કરેલ હતી.


ઘીયાવડ પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ ઘીયાવડ પ્રાથમિક શાળામાં શિક્ષક નમ્રતાબા પરમાર તરફથી ધોરણ 1થી 8ની 100 કન્યાઓને કાળી રીબીનની ભેટ વ્યક્તિગત સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના હેતુથી આપવામાં આવી હતી. સાથે જ મનહરબેન નારણભાઈ બારોટ તરફથી શાળાના 169 બાળકોને પૌંઆબટેટાનું ભોજન શ્રાવણ માસ નિમિતે કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત, આચાર્ય વિરેન્દ્રસિંહ પરમાર તરફથી શાળા કક્ષાના કલા મહોત્સવમાં સંગીત ગાયન, ચિત્ર, બાલકવિ સ્પર્ધાના પ્રથમ ક્રમે વિજેતાઓ, હર ઘર તિરંગા અન્વયે નિબંધ, વકતૃત્વ, ઝંડા ક્રાફટિંગ સ્પર્ધાના પ્રથમ ક્રમે વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા “હર ઘર તિરંગા” અંતર્ગત જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી.

વધુમાં, શાળાના શિક્ષક મીરલબેન, નિરાલીબેન અને કવિતાબેન દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે સિંહ સંરક્ષણ વિષયક ચર્ચા, સૂત્રોચ્ચાર, પ્રતિજ્ઞા વાંચન કરવામાં આવેલ હતું. ઉપરાંત રક્ષાબંધન નિમિતે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ “રાખડી સ્પર્ધા”માં ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં ધોરણ દીઠ પ્રથમ ક્રમે વિજેતા થનારને શિક્ષક નમ્રતાબાના પ્રયત્નોથી દાતા વિપુલકુમાર રૂપારેલ (પ્રિયા હેંડીક્રાફ્ટ, રાજકોટ) તરફથી હેંડીક્રાફટના તોરણ ઇનામ રૂપે આપવામાં આવ્યા હતા.

76માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે સરપંચ બટુકસિંહ ઝાલાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવેલ હતો. બહોળી સંખ્યામાં વાલીઓ વાલી સંમેલનમા હાજર રહ્યા હતા. વિદ્યાર્થીની નિધિબા, ધરતીબા, સૃષ્ટિબા, કિંજલ, સુમિતા, કિરણ, આકાશી, બંસી એ દેશભક્તિ અભિનય ગીત રજૂ કર્યા હતા. જે બધી કન્યાઓને શિક્ષક નમ્રતાબા તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


લખધીરનગર (નવાગામ) ગામે સ્વતંત્રતા દિવસની ઉજવણી

મોરબી જિલ્લાના લખધીરનગર (નવાગામ) ગામે 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના યુવકો, વિદ્યાર્થીઓ સહિત ગામલોકોએ જોડાઈને ધ્વજવંદન કરી ગણતંત્ર દિવસ ઉજવ્યો હતો.


મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જય જવાન, જય કિસાનના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે આજે ૧૫ ઓગસ્ટના રોજ ૭૬માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજુબાજુના ગામના ખેડૂતો હાજર રહ્યા હતા. જે દરમિયાન જય જવાન, જય કિસાન તેમજ વંદે માતરમ્ ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.


કોરલ ગોલ્ડ ટાઇલ્સ કંપની ખાતે ધ્વજવંદન કરાયું

મોરબીના લખધીરપુર રોડ ખાતે આવેલ કોરલ ગોલ્ડ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગણતંત્ર દિન નિમિતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓ જોડાયા હતા અને ધ્વજને સલામી આપી હતી.


સ્વામિનારાયણ મંદિરે ભગવાનને તિરંગાનો શણગાર

મોરબીના શનાળા રોડ પર સરદારબાગ સામે આવેલ સ્વામિનારાયણ મંદિરે ભગવાનને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં સ્વામિનારાયણ ભગવાનને કેસરી, સફેદ અને લીલા રંગના વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. અને આજુબાજુ રાષ્ટ્રધ્વજ મૂકવામાં આવ્યા હતા. ત્યારે સ્વતંત્રતા પર્વે હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.


મોરબીના ભગવતી એન્જીયરિંગ વર્કસ દ્વારા ધ્વજવંદન કરાયું

મોરબીના ભગવતી એન્જીયરિંગ વર્કસ દ્વારા ધ્વજવંદન કરાયું હતું. જેમાં માલિક ગોકળભાઈ ભોરણીયા, નાથાભાઇ ભોરણીયા સહિતના સંચાલકો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.


મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસનમુક્તિ રેલી યોજાઇ

76 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકાના ખારી વિસ્તાર સમિતીની સમગ્ર ટીમ દ્વારા આજે વ્યસનમુક્તિ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યસનમુક્તિ રેલીમાં ઠાકોર સેનાના યુવાનોની સાથે ખારી વિસ્તાર પ્રાથમિક શાળાના તમામ બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં.


મોરબીના રામસેટ સિરામિક દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અપાઇ

મોરબીમાં હળવદ રોડ ઉપર આવેલ રામસેટ સિરામિક LLPના ડાયરેક્ટર રામજીભાઈ બરાસરા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના સંચાલકો તેમજ કર્મચારીઓ જોડાયા હતા. અને કંપનીના કેમ્પસમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.


મોરબીની જેટકોટેક એન્જિનિયરિંગ કંપનીના કેમ્પસ ખાતે સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી

તાજેતરમાં મોરબી શહેરમાં ઉમિયા સર્કલ ખાતે 108 ફૂટ ઊંચાઈએ ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો છે. જેનાથી મોરબીની આન, બાન, શાનમાં વધારો થયો છે. ત્યારે આ રાષ્ટ્રધ્વજનું જે કંપની ઉત્પાદન કર્યું છે તે કંપની એટલે કે જેટકોટેક એન્જિનિયરિંગ કંપનીના કેમ્પસ ખાતે આ તકે કંપનીના માલિકો અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા. આમ, કંપની દ્વારા સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે.

- text


માળીયામાં દેવ સોલ્ટ કંપની દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ

મોરબી જીલ્લાના માળીયા મિયાણા તાલુકામાં આવેલ દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયા મિયાણા તાલુકાના ગામોની શાળાઓમાં ૧૫ ઓગસ્ટના રોજ ગણતંત્ર દિવસ નિમિતે ૧૬૦૦ વિદ્યાર્થીઓને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરાયું હતું. આ વિતરણ દરમિયાન વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ દેખાયો હતો. આ વિતરણ કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા અને અમિત સવસેટાની ઉપસ્થિતિમાં કરાયું હતું.


મોરબી સબ જેલમાં ઉજવાઈ ૧૫મી ઓગષ્ટ

મોરબી : મોરબી સબ જેલમાં ૧૫મી ઓગષ્ટની ઉજવણી તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી સબ જેલના અધિક્ષક કે.એસ.પટણી,ઇ.ચા.સલામતી જેલર એ.આર.હાલપરા તથા ઇ.ચા.સલામતી જેલર પી.એમ.ચાવડાનાઓ સાથે જેલના કર્મચારીઓ તથા જેલમાં રહેલા બંદિવાનો દ્રારા “આઝાદી કા અમૃત મહોત્સવ” એ પ્રગતિશીલ ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ ૭૫મી ૧૫મી ઓગષ્ટ (સ્વતંત્રતા દિન)ના દિવસની ઉજવણી નિમિતે જેલમાં રહેલા બંદિવાનોને મનોરંજન મળી રહે તે હેતુસર કોથળા દોડ, લિંબુ ચમસી, ડાન્સ, દેશ ભક્તિ ગીતો જેવી વિવિધ પ્રકારની રમત-ગમતની સ્પર્ધાત્મક પ્રવુતિઓ કરવામાં આવેલ તેમજ અધિક્ષક દ્રારા બંદિવાનોમાં ભાઇચારાની ભાવના રહે તેવા વિચારો વ્યક્ત કરી તમામ બંદિવાનો વહેલા જેલ મુક્ત થઇ તેઓના પરિવાર સાથે એક નવી જીદંગીનો આરંભ કરે અને પુન:સમાજ પ્રસ્થાપિત થઇ દેશના હિતાર્થેને લગતી પ્રવુતિઓ કરે તેવી પ્રેરણા આપવામાં આવેલ હતી. સદર કાર્યક્રમમાં હાલ વિશ્વસ્તરે ફેલાયેલ કોરોના વાયરસની SOPનુ પાલન કરવામાં આવેલ હતું.


મારબોસેરા-પોરસેકો સિરામિક કંપની ખાતે ધ્વજવંદન કરાયું

મોરબી : મોરબીમાં આવેલી મારબોસેરા-પોરસેકો સિરામિક કંપનીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કંપનીના લેબર ગ્રુપના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કરીને હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે કંપનીના ડાયરેટરો આશુતોષ મહેશ્વરી અને મુર્તઝા મિઠાઈવાલાએ જણાવ્યું હતું કે મજૂરો ભારતનું ભવિષ્ય છે. આપણા સમાજના સૌથી નીચા બિંદુથી શરૂ કરીને, મજૂરો આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે આપણું સ્થાન અને ભારતને રહેવા માટે વધુ સુખી અને શ્રેષ્ઠ સ્થળ બનાવે છે. જેથી આજના દિવસે કાયમ માટે મજબૂત ભારતનું નિર્માણ કરવા સમાનતા અને માનવતાનો સંકલ્પ કરીએ.


લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા ગરીબ બાળકોને ભોજન કરાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્રારા સ્વતંત્ર દિવસ નિમિત્તે તથા ડીસ્ટ્રીકટ ગવર્નરે MJF લાયન એસ. કે. ગર્ગની સેવાની જ્યોતને પ્રજ્વલિત રાખવા તારીખ 15/08/2022 સોમવારના રોજ સવારે 11 કલાકે ઝુપડપટ્ટી વિસ્તારમાં હંગર પ્રોજેકટ નુ આયોજન કરવામાંઆવ્યું. જેમાં પ્રેસિડેંટ લાયન રાકેશભાઈ કિષનાની, સેક્રેટરી લાયન જનકભાઈ હિરાની, પ્રોજેકટ ચેરમેન લાયન નિલેષભાઈ વ્યાસ તથા ભાવનાબેન કૈલા (મહીલા મોરચા પ્રમુખ ટંકારા) તથા મણીભાઈ સરડવા સહિતના સભ્યોએ જેહમત ઉઠાવી હતી


લજાઈ ખાતે ફેક્ટરી સંકુલોમાં ધ્વજવંદન કરાયું

મોરબી : આજે 76માં સ્વાતંત્ર્યતા પર્વે ટંકારા તાલુકાના લજાઈ ખાતે આવેલ પવનસુત વાયર ઇન્ડસ્ટ્રીઝ, નીલકંઠ પ્લાસ્ટિક, સિદ્ધિ વિનાયક પ્લાસ્ટિક અને સ્પાર્કલ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ અને ઇસ્ટર્ન ગ્લોબલ ઈમ્પૅક્સ દ્વારા ફેક્ટરી સંકુલ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાંચેય ફેકટરીના કર્મચારીઓ અને ફેક્ટરી માલિકો દ્વારા રાષ્ટ્રગાન સાથે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ તકે ફેક્ટરી માલિક બિપીનભાઈ જેતપરીયા, વિપુલભાઈ બાવરવા અને કમલેશભાઈ વામજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.


મોરબીના અગ્નેશ્વર મંદિરે તિરંગાનો શણગાર કરાયો

મોરબી : મોરબીના સામાકાંઠ આવેલા પ્રસિદ્ધ અગનેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તિની સાથે રાષ્ટ્ર ભક્તિ પણ ઉજાગર કરવામાં આવી હતી. જેમાં મંદિરમાં આજે 15મી ઓગષ્ટ નિમિત્તે ફૂલો દ્વારા તિરંગાનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો.


નવયુગ કોલેજના NCC ગર્લ્સ કેડેટ્સ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ

મોરબી : આજે સ્વતંત્રતા દિવસ પર સમગ્ર ભારતવાસી જ્યારે આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવની વિવિધ પ્રકારે ઉજવણી કરી રહ્યા છે ત્યારે નવયુગ કોલેજના NCC કેડેટ્સએ રાષ્ટ્રધ્વજ ને સલામી આપ્યા બાદ તિરંગા સાથે રેલી કાઢીને સ્વાતંત્ર્યના સુત્રોનો જયઘોષ કર્યો હતો.


 મોરબીના આરાધ્ય દેવ શ્રી સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર જાગીર પણ આઝાદી કા અમૃત મહોત્સવમાં રંગાયું

મોરબી : મોરબીના આરાધ્ય દેવ એવા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર આજે જ્યારે સમગ્ર દેશ આઝાદીકા અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સ્વયંભુ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર જાગીર પણ આ રંગે રંગાઇ ગયું છે જ્યાં સમગ્ર દેશ ૭૫મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે ઉજવી રહ્યો છે ત્યારે નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ ૭૫ રાષ્ટ્રધ્વજ ફરકાવી અને મહાદેવ નો શણગાર પણ રાષ્ટ્રધ્વજનો કરી અને ઉજવણી કરવામાં આવી હતી.

 


સ્વાતંત્ર પર્વ : મોરબી – વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન શણગારાઈ

મોરબી : આજે 15મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશ આન, બાન અને શાનથી આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે મોરબી – વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનને પણ સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિશેષ શણગારવામાં આવી હતી.


મોરબીની પી.જી.પટેલ કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “રાષ્ટ્ર પ્રથમ..રાષ્ટ્ર સર્વોપરી” કાર્યક્રમ અને તિરંગા યાત્રા યોજાઈ

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં તા.14/08/2022 ના રોજ સંસ્થાના પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્યશ્રી ડો. રવિન્દ્ર ભટ્ટ ની રાહબરી હેઠળ “રાષ્ટ્ર પ્રથમ…રાષ્ટ્ર સર્વોપરી” શીર્ષક હેઠળ રાષ્ટ્ર ભક્તિને સમર્પિત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસ ના પશ્ચિમ ક્ષેત્ર ના સંઘચાલક અને મોરબીના અગ્રણી તબીબ એવા શ્રી ડો. જયંતિભાઈ ભાડેસિયા સાહેબ હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે આરએસએસ ના હોદેદારો જયંતિભાઈ રાજકોટિયા, રાજુભાઇ બદરકીયા, અલ્પેશભાઇ ગાંધી, મયુરભાઈ શુક્લ, વિજયભાઈ રાવલ, ડો.વિજયભાઈ ગઢીયા તેમજ અન્ય હોદેદારો તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગના તુષારભાઈ દફતરી, કુતુબભાઈ ગોરૈય, મનીષભાઈ આદ્રોજા, તથા જયદીપભાઈ બારા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સજાવટ અને શણગાર દેશભક્તિની થીમ ઉપર કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટે સૌને આવકાર્યા હતા મુખ્ય અતિથિ ડો.જયંતિભાઈ ભાડેસિયા સાહેબ તથા સંસ્થાના પ્રમુખશ્રી દેવકારણભાઈએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું ત્યારપછી કોલેજના વિધાર્થીઓએ રાષ્ટ્ર ભક્તિ ઉપર વિવિધ ડાન્સ, ગીતો, ડ્રામા અને વકતવ્યો રજૂ કર્યા હતા. ઉપરાંત કોલેજના તેજસ્વી વિધાર્થીઓ અને સમગ્ર યુનિવર્સિટી માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિધાર્થીઓ નું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મોરબી પોલીસ અને પી.જી.પટેલ કોલેજના સંયુક્ત ઉપક્રમે મોરબીના જાહેર માર્ગો ઉપર તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિધ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર આયોજન ને સફળ બનાવવામાટે કોલેજના તમામ પ્રાધ્યાપકો અને કોલેજના વિધાર્થીઓએ છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ જહેમત ઉઠાવી હતી.


મોટાભેલાની જે.ટી. પટેલ માધ્યમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

મોરબી : મોટાભેલા ખાતે જે.ટી. પટેલ માધ્યમિક શાળામાં માનદ મંત્રી છગનભાઇ સરડવાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે ધો. 10 અને 9માં એકથી ત્રણ નંબરે આવેલા તેજસ્વી છાત્રોનું કચ્છ દતન સ્વ. વખતસિંહબાપુ અને તેમના મોટાભાઈ સ્વ.શિવરાજસિંહના સ્મરણાર્થે તેમના પુત્ર ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા રોકડ પુરસ્કારથી સન્માન કરાયું હતું. જિલ્લા કક્ષાના વાંકાનેર ખાતે યોજાયેલ કલા મહોત્સવમાં બાળ કવિતામાં વિશ્વાબેન ખીમાણીયાએ ત્રીજો નંબર મેળવ્યો હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું


ખરેડા પ્રા.શાળા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ખરેડા પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીને 75 વર્ષ થતા ગામના 75 વર્ષના વડીલો માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સાથે વિદ્યાર્થીઓએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બાદમાં તમામને ઇનામ વિતરણ કરાયું હતું.


ટંકારા પાર્શ્વનાથ જૈન દેરાસરના રાષ્ટ્રધ્વજની આંગી

ટંકારા પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાદાને રાષ્ટ્ર ધ્વજના આંગી શણગાર કરવામા આવ્યા હતા. જેથી આજે જૈન જૈનેતરોની દર્શન કરવા કતાર લાગી હતી.

- text