મોરબી ઉધોગપતિ પાસે લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે ખંડણી માંગનાર આરોપીને બિહારથી દબોચી લેવાયો

- text


લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે કોઈ લેવાદેવા ન હોય પણ પૈસા પડાવવા આ ગેગના નામનો ઉપયોગ કર્યો હોવાનો ધડાકો : આરોપી સામે એકાદ બે નહિ બિહારમાં 46 ગુન્હા નોંધાયેલા હોવાનું ખુલ્યું

બિહારનો બેતિયા જિલ્લો ઠગ, કૌભાંડીઓનો ગઢ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું

મોરબી : મોરબી સીરામીક ઉધોગપતિ પાસે લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. ૨૫,૦૦,૦૦૦.ની ખંડણી માગવાના કેસમાં પોલીસે બિહારથી આરોપીને દબોચી લઈને કડક પૂછપરછ કરતા આ આરોપીને લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે સ્નાન સુતક નોય સબંધ નથી પણ પૈસા પડાવવા આ ગેગનો ઉપયોગ કરતો હોવાનો ધડાકો થયો છે. હાલ પોલીસે આ આરોપીની રોકડા રૂ.દોઢ લાખ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના નાની વાવડી ગામે રહેતા સીરામીક ઉધોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા પટેલ ઉ.વ.૩૯,ને ગત તા.૨૯ જુલાઈના રોજ તેના મોબાઇલફોન ઉપર લોરેન્સ બિશ્નોઇ ગેંગના માણસના નામે વોટસઅપ ઉપર મેસેજ, કોલ, તથા વોઇસ રેર્કોડીંગ તથા અગ્નિ શસ્ત્ર (હથિયાર)ના ફોટોગ્રાફ તથા અનિલભાઇના વેપાર ધંધાની વિગતો મોકલી રૂ. ૨૫,૦૦,૦૦૦. ની ખંડણી માંગણી કરેલ જે બાબતે અનિલ પટેલએ અરજી કરેલ ત્યાર પછી બીજા સીરામિકને લગત વેપારીઓને પણ આ પ્રકારે ખંડણીના ફોન આવવાના ચાલુ થયેલ જે બાબતેની ગંભીરતાને ધ્યાને લઇ અનિલભાઇ કગથરાની મોરબી સીટી એ ડિવી.માં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે વોટસએપ નંબર +1(425) 606-4366 તથા એસ.બી.આઇ. બેંક એકાઉન્ટ નંબર ૨૦૪૨૧૦૨૧૧૨૭ ધારક બાબતે સઘન તપાસ હાથ ધરી મોરબી એલ.સી.બી.,એસ.ઓ.જી.ની ટીમો બનાવી અલગ અલગ દિશામાં આરોપીઓ હસ્તગત કરવા રવાના કરવામાં આવેલ જેમાં પીએસઆઇ પી.જી.પનારા એસ.ઓ.જી. મોરબી તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડના માણસોની એક ટીમ બિહાર રાજયમાં રવાના કરેલ હતી. બિહારની ટીમને પશ્ચિમ ચંપારણ બેતીયા જિલ્લાના જકટીયા ખાતેથી એક આરોપીને હસ્તગત કરવામાં સફળતા મળેલ જે આરોપી પાસેથી અલગ કંપનીના મોબાઇલફોન, જુદીજુદી બેન્કોના એ.ટી.એમ.કાર્ડ, પાસબુક તથા અલગ અલગ સીમકાર્ડ તથા રોકડા રૂ. ૧,૫૦,૦૦૦ મળી આવતા બિહાર પશ્ચિમચંપારણ, બેતીયા જિલ્લાના મજલીયા પોલીસ સ્ટેશન ખાતે બિહાર પોલીસે ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી એક આરોપી અમદાવાદ ખાતે હોવાની વિગત જણાય આવતા.તુરતજ એક ટીમ અમદાવાદ ખાતે રવાના કરતા તે ટીમને પણ હ્યુમન ઇન્ટેલીજન્સ પોકેટકોપ એપ્લીકેશન મારફતે સર્ચ કરતા એક આરોપીને હસ્તગત કરવામાં સફળતા મળેલ છે.

- text

તપાસ દરમ્યાન પશ્ચિમ ચંપારણ બેતીયા, બિહાર ખાતે ઘણા બધા ઇસમો તાજેતરમાં થતાં સાઇબર જેમાં ગાડી ફસાયેલલોટરી લાગેલ,લક્કિ ડ્રોમાં ગાડી જીતવાના,બાઇક જીતવાના, કોન બનેલા કરોડપતિ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે નંબરની પંસદગી થયેલ તથા છોકરીઓ સાથે વાતચિત કરાવી, લલચામણી તથા લોભામણી સ્કીમો, એ.ટી.એમ,ફોર્ડ તથા અલગ અલગ ગેંગના સભ્યો બની VOIP કોલ્સ તેમજ વોટસએપ,અન્ય સોશીયલ મિડીયા પ્લેટફોર્મના કોલીંગ તથા મેસેજથી આધારે પૈસા પડાવવાની ગેર કાયદેસરની પ્રવૃતિ આચરવાની ટેવ વાળા છે. તેમજ જે કોઇ વ્યકિત આ લોકોની જાળમાં ફસાઇ જાય તેમને તેઓ લલચાવી અથવા ડરાવી ધમકાવી પૈસા પકાડાવવાની પ્રવૃતિ કરે છે આમ જનતા, ઉધોગપતિ, વેપારીઓની તમામ માહીતી તેઓ ગુગલ સર્ચ એન્જીન ઉપર અલગ અલગ એપ્લીકેશનો મારફતે મેળવે છે. મોરબી પોલીસે આરોપી અમરૂમુલ્લા મોમતાઝ અન્સારીને ઝડપીને પૂછપરછ કરતા કલીમુલ્લા મોમતાઝ અન્સારી સહિતના પોતાના સાગરીતોને અલગ અલગ વ્યકિતના બેન્ક એકાઉન્ટ આપી ગુગલસર્ચ એન્જીન ઉપર સર્ચ કરી અલગ અલગ રાજયના ઉધોગપતિ, વેપારીઓની માહીતી એકત્રીત કરી તેઓને VOIP કોલ્સ તેમજ વોટસ એપ, અન્ય સોશીયલ મિડીયા પ્લેટફોર્મના કોલીંગ તથા મેસેજ કરતા હોવાનું બહાર આવ્યું છે.

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં પશ્ચિમ ચંપારણ બિહાર બેતીયા જિ.ના મજાલીયા પો.સ્ટે. કુલ ૪૬ આરોપીઓ વિરૂધ્ધ ગુનો રજી. થયેલ છે. જે ગુનાના અમરૂમુલ્લા મોમતાઝ અન્સારી નાસતો ફરતો છે. – આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી છે કે, બિહાર ખાતે પકડાયેલ કલીમુલ્લા મોમતાઝ અન્સારી અન્ય નહીં પકડાયેલ સાગરીતો અમરૂમુલ્લા બસીર અન્સારી, મીરાજ શોયેબ અન્સારી, અનશુકુમાર મનેજર પટેલ રહે બધા જકટીયા થાણુ- મજલીયા જિ. બેતીયા,પ્રશ્ચિમચંપારણ બિહાર વાળા ગુગલસર્ચ એન્જીન ઉપરથી ઉધોગપતિ, વેપારીઓની તમામ માહિતી એકત્રીત કરી તેઓને VOIP કોલ્સ તેમજ વોટસએપ,અન્ય સોશીયલ મિડીયા પ્લેટફોર્મના કોલીંગ તથા મેસેજથી લલચાવી તથા ડરાવી ધમકાવી પૈસા પડવવાની તથા એ.ટી.એમ. ફોર્ડ કરી ગે.કા. પ્રવૃતિ કરવાની છે જે ગેરકાયદે રીતે પડાવેલ રકમ મેળવવા પકડાયેલ આરોપી અલગ અલગ વ્યકિતઓના બેન્ક એકાઉન્ટ નંબર મેળવી તેઓના એ.ટી.એમ. કાર્ડ મેળવી બેન્ક સાથે પોતાના નંબર લીંક કરી નાણા મેળવવાની ટેવ ધરાવે છે.

- text