માળીયા અને હળવદમાં જુગાર રમતા 13 ઝડપાયા 

- text


મોરબી : માળીયા પોલીસે રોહીશાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લીધા હતા. તેમજ હળવદ પોલીસે સુંદરગઢ ગામે જુગાર રમતા સાત ઇસમોને રોકડા રૂપિયા મળી કુલ ૩.૧૮,૬૫૦ સાથે ઝડપી લીધા હતા.

માળીયાના રોહીશાળા ગામમા રહેતા પ્રભુભાઇ જેરામભાઇ કાલરીયા પોતાના રહેણાક મકાનમા નાલ ઉધરાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે તે મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પ્રભુભાઇ જેરામણાઇ કાલરીયા, મગનભાઇ ભુદરભાઇ લોરીયા, શાંતીલાલ ઉર્ફે બાબુભાઈ પ્રભુભાઈ ઓડીયા, પ્રવીણભાઇ પ્રભુભાઇ કાલરીયા, રતીભાઇ જગદીશભાઇ શાલરીયા, મણીલાલભાઇ જાદવજીભાઇ કાલરીયાને રોકડા રૂપીયા- ૯0,૫૦૦ તથા કુલ મોબાઈલ નંગ -૦૬ જેની કિ.રૂ. ૯૦૦૦ એમ કુલ કિ.રૂ. ૧,૦૧,૫૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

હળવદ પોલીસ સ્ટેશન સ્ટાફે બાતમી આધારે સુંદરગઢ ગામે સમશાન પાસે બાવળના ઝુંડ નીચે લાઇટના અજવાળ્યમાં જાહેરમાં પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીનપતીનો જુગાર રમતા દેવજીભાઇ જીવણભાઇ પાટડીયા, કુકાભાઇ ગોરધનમાઇ ચરમારી, રવિભાઇ ચતુરભાઇ ખાંભડીયા, રાજેશભાઇ રામજીભાઇ ખાભડીયા, હકાભાઇ મૈણાભાઇ લીલાપસ, સુખદેવભાઇ બચુભાઇ ચરમારી, અમરતભાઇ બાબુભાઇ ઝીંઝુવાડીયાને રોકડ રૂ.૧૮,૬૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text